Panchmahal

હાલોલ અને જાંબુઘોડા શિક્ષકોએ પ્લે કાર્ડ સાથે મૌન ધરણા યોજયા

Published

on

(દીપક તિવારી દ્વારા)

હાલોલ અને જાંબુઘોડા તાલુકાની વિવિધ ગ્રાન્ટેડ શાળાના આચાર્ય,શિક્ષકો અને કર્મચારીઓ પોતાની વર્ષો જૂની પડતર માંગણીઓને અનુલક્ષીને હાલોલ નગરની મધ્યમાં આવેલી ધી.એમ.એસ.હાઈસ્કૂલના ગેટ પર પ્લે કાર્ડ સાથે બેસી મૌન ધરણા યોજી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ મુજબ આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યના શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા ગ્રાન્ટેડ શાળાના તમામ કર્મચારીઓ,સંચાલક મંડળ અને આચાર્ય સંઘ મંડળ ,ઉચ્ચતર અને માધ્યમિક વિભાગના શિક્ષક મંડળ સહિતના તમામ કર્મચારીઓએ ઠેર ઠેર મૌન ધરણા યોજી પોતાની પડતર માંગણીઓ પૂરી કરવા રાજ્ય સરકાર પાસે માંગ કરી વિરોધ દર્શાવ્યો હતો જે અંતર્ગત આજ રોજ હાલોલ નગરની મધ્યમાં આવેલી ધી.એમ.એસ હાઇસ્કુલના ગેટ ખાતે હાલોલ તેમજ જાંબુઘોડા તાલુકાની વિવિધ ગ્રાન્ટેડ શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ કર્મચારીઓ પોતાની વર્ષો જૂની પડતર માંગણીઓના નિરાકરણ માટે મૌન ધરણા પર બેસી ગયા હતા જેમાં ગુજરાત સરકાર સામે પોતાની માંગણીઓ પૂરી કરવા મૌન રહી પ્લે કાર્ડ દર્શાવી મૌન ધારણ કરી વહેલામાં વહેલી તકે તમામ પડતર માંગ શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા લોકોની પૂરી કરવા માટેની માંગણી કરી હતી

Advertisement

જેમાં તેઓની મુખ્યત્વે મંગનીઓમાં જૂની પેન્શન સ્કીમ સ્વીકારવા તેમજ જ્ઞાન સહાયકોની નિમણૂક બંધ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા સહિતની વર્ષો જુની પડતર માંગણીઓ પૂરી કરવા ગુજરાત સરકારને આહવાન કરી શિક્ષણ જગતના શિક્ષકો અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ સરકાર વહેલી તકે આ તમામ માંગણીઓ પૂરી કરે તેવી મૌન ભાષામાં માંગ કરી હતી જેમાં શિક્ષણ જેવા પવિત્ર વિષય સાથે સંકળાયેલા શૈક્ષણિક જગતના લોકોને પોતાની પડતર માંગણીઓને લઈને ભવિષ્યમાં કોઈ ઉગ્ર આંદોલન ન કરવા પડે તેવી અરજ પણ રાજ્યની સરકારને કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મંડળના અધ્યક્ષ મુકેશરાજ સોલંકી,પંચમહાલ જિલ્લા સંચાલક મંડળના મહામંત્રી નરેન્દ્રસિંહજી પટેલ,ઉપપ્રમુખ બાલકૃષ્ણભાઈ એન. પરીખ,ધી.એમ.એસ.હાઇસ્કૂલના આચાર્ય વી.એમ. પાઠક શાળા ઘટક સંઘ મહામંડળના ઉપપ્રમુખ મૃગેન્દ્રસિંહ સોલંકી,જિલ્લા આચાર્ય શૈક્ષણિક સંઘના સહમંત્રી જીતાંશુભાઈ પટેલ સહિત રતિલાલભાઈ પરમાર,બકુલભાઈ પટેલ અને અનેક શૈક્ષણિક જગતના મહાનુભવો તેમના શિક્ષક ગણ સહિત કર્મચારીઓ મોટી સંખ્યામાં આજના મૌન ધરણાના કાર્યક્રમમાં જોડાયા હતા.

Advertisement

Trending

Exit mobile version