Panchmahal

હજારો કામદારોના પરિવારો માટે 100 બેડ ધરાવતી હોસ્પિટલના લાભ માટે હાલોલ દાવેદાર

Published

on

રાજ્ય સરકાર દ્વારા પંચમહાલ જિલ્લામાં 100 પથારીની ઈએસઆઈસી ની હોસ્પિટલ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે પંચમહાલ જિલ્લામાં અગત્યના ઉદ્યોગો હાલોલ જીઆઇડીસી વસાહતમાં તથા વસાહતની બહાર બાસ્કા થી રામેશરા રોડ સુધી અંદાજે 1000 ઉપરાંત અગત્યના ઉદ્યોગો આવેલા છે જેમાં 80,000 ઉપરાંત કામદારો કામ કરે છે 2020 ની અમલીકરણ બાદ કામદારોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેઓને આરોગ્યની વ્યવસ્થા ઊભી કરવા માટે પંચમહાલ જિલ્લામાં ઈએસઆઈસીની 100 પથારીની હોસ્પિટલની મંજૂરી આપવામાં આવેલ છે મધ્ય ગુજરાતના આદિવાસી તથા ઉદ્યોગોમાં કામ કરતા કામદારોને તથા તેમના પરિવારજનોને આરોગ્યની સુવિધા ઘર આંગણે મળી રહે તેવા શુભ આશયથી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય યોગ્ય અને આવકારદાયક છે.

પરંતુ આ હોસ્પિટલ હાલોલ સિવાય અન્ય સ્થળે ના જાય તે માટે હાલોલ અને કાલોલ ના ધારાસભ્યોએ સજાગ રહીને સદર સો પથારીની હોસ્પિટલ હાલોલ નજીકના વિસ્તારમાં બને તો હાલોલ કાલોલ મહીસાગર દાહોદ છોટાઉદેપુર વગેરે જિલ્લા અને તાલુકાઓના કામદારોને નજીક માંજ તબીબી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે હાલોલ અને કાલોલના ધારાસભ્યએ પ્રયત્નો હાથ ધરવા પડશે અત્યાર સુધી હાલોલ કાલોલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર વગેરે તાલુકા અને જિલ્લાઓના કામદારોને તથા તેમના પરિવારજનોને વિનામૂલ્યે તબીબી સેવાઓ મેળવવા માટે સમય અને પૈસાનો ખર્ચ કરીને વડોદરા સુધી લાંબુ થવું પડતું હતું પરંતુ જો તબીબી સેવાઓ આપતી સો પથારીની આ હોસ્પિટલ હાલોલ નજીકના વિસ્તારમાં ગમે ત્યાં બને તો કામદારોનો સમય અને આર્થિક નુકસાન ન થાય તે માટે હાલોલ અને કાલોલના ધારાસભ્યએ પ્રયત્નો કરી સો પથારીની આ હોસ્પિટલ હાલોલ ખાતે બને તેવા પ્રયાસો હૃદય પૂર્વક કરવા પડશે તો તે કામદારોના હિતમાં હશે જોકે હાલોલ ના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ભાઈ ચૌહાણ સજાગ અને અનુભવી ધારાસભ્યો છે માટે તેઓના પ્રયાસોથી કામદારોના હિતમાં આ હોસ્પિટલ હાલોલ નજીક બનશે જ તેવું હાલોલ ના ઉદ્યોગપતિઓ અને કામદારો નો વિશ્વાસ છે જો કે સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે હાલોલમાં અને હાલોલ થી બાસ્કા અને રામેશરા સુધી અસંખ્ય ઉદ્યોગો આવેલા છે.

Advertisement

જેમાં સિરામિક, કૉસમેસ્ટિક ફૂડને લગતા ઓટો ને લગતા ટાયર બનાવતી કંપનીઓ પ્લાસ્ટિક નો સૌથી મોટો ઉદ્યોગ હાલોલ અને વરસડા ઔદ્યોગિક વસાહત માં આવેલા છે એમજી મોટર્સ સ્કૂટર બનાવવાના ઉદ્યોગોને નાના નાના સલગ્ન ઉદ્યોગો આવેલા છે તે તમામ ઉદ્યોગોના કામદારો અને તેમના પરિવારો માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થશે હવે આ હોસ્પિટલ હાલોલ પંથકમાં થાય એ માટેના તમામ પ્રયાસો બંને ધારાસભ્યો દ્વારા કરવામાં આવે અને તેઓ તેમના પ્રયાસોમાં સફળ થાય તેવા આશીર્વાદ અને શુભેચ્છા કામદારો દ્વારા આપવામાં આવે છે અત્યાર સુધી હાલોલ ખાતે આવેલા ઇએસસીઆઈ ના દવાખાના માં માત્ર દવાઓ આપવામાં આવતી હતી કામદાર ને કે તેના પરિવારને તપાસ કરાવવા માટે વડોદરા ગોત્રી ખાતે આવેલ દવાખાના સુંધી લાંબા થવું પડતુ હતું ત્યાથી પ્રિપક્રીપસન આપે તે મુજબ હાલોલ ના દવાખાના માથી દવા આપતા હતા જો હાલોલ ખાતે સો પથરીની હોસ્પિટલ થઈ જાય તો આ બધી ઝંઝટ માથી કામદારો અને તેમના પરિવારોને મુક્તિ મળે
બોક્સ- હાલોલ GIDC માં એક હજાર ઉપરાંત ઉદ્યોગ
* હાલોલ કાલોલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર વગેરે તાલુકા અને જિલ્લાઓના કામદારોને તથા તેમના પરિવારજનોને વિનામૂલ્યે તબીબી સેવાઓ
* હાલોલ અને કાલોલના ધારાસભ્યએ પ્રયત્નો કરી સો પથારીની આ હોસ્પિટલ હાલોલ ખાતે બને તેવા પ્રયાસો હૃદય પૂર્વક કરવા પડશે તો તે કામદારોના હિતમાં હશે

Advertisement

Trending

Exit mobile version