Connect with us

Panchmahal

હાલોલ કંજરી ચાર રસ્તા એટ્લે અભિમન્યુના સાત કોઠા પાર કરવા બરાબર

Published

on

halol-kanjari-is-equal-to-crossing-four-roads-or-seven-kothas-of-abhimanyu

સુરેન્દ્ર શાહ દ્વારા”અવધએક્સપ્રેસ”

હાલોલ નગર પાલિકા વિસ્તારમાં શહેરની ભૂગર્ભ ગટર યોજના પૂર્ણતાના આરે છે. ત્યારે ગટર લાઇનમાં ઘરોના કનેક્શન આપવાના બાકી હોઇ દરમિયાન રોડ રસ્તાની કામગીરી ચાલુ કરાતા વિસ્તારના રહીશોએ પહેલા ગટર લાઇનના કનેકસનો આપ્યા બાદ રોડની કામગીરી શરૂ કરવા પાલિકા ચીફ ઓફિસર સહિત હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારને લેખિત રજુઆત કરી છે. જેમા જણાવ્યુ છે કે હાલોલ શહેરમાં ભૂગર્ભ ગટર યોજન નું કામ પૂર્ણતાના આરે છે.

Advertisement

halol-kanjari-is-equal-to-crossing-four-roads-or-seven-kothas-of-abhimanyu

ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવતાં ભૂગર્ભ ગટર યોજના ની નબળી કામગીરી નાં કારણે કંજરી રસ્તા પર એક એસ.ટી બસ નું ટાયર ગટર માં ઉતરી જતાં રસ્તામાં ટ્રાફિક જામ નો માહોલ સર્જાયો હતો… સદરકામ અત્યંત ધીમી ગતિથી અને સરકાર દ્વારા સૂચવવામાં આવેલ શરતો અને નિયમોનું ઉલ્લંઘન કરીને કામ કરવામાં આવે છે ખરેખર સોસાયટીમાં રહેતા નાગરિકોના મકાનો ના કનેક્શન ભૂગર્ભ ગટર યોજનામાં આપ્યા બાદ રોડનું કામ શરૂ કરવાનું હોય જેથી કરીને ફરીથી રોડને તોડફાડ કરવાની જરૂર ના પડે રોડનું કામ શરૂ કરતા તેમાં કપચા પાથર્યા બાદમાં તેની પર માટીનો થર પાથર્યો પરંતુ માટીનો થર પાથર્યા બાદ તેના ઉપર પાણી નો છંટકાવ કરીને રોડ રોલર ફેરવવાનું હોય તે ફેરવવામાં આવ્યું નથી પરિણામે ભારદારી વાહનો માટીના થરમાં ફસાઈ જાય છે

halol-kanjari-is-equal-to-crossing-four-roads-or-seven-kothas-of-abhimanyu

તાજેતરમાં ગતરોજ આ રોડ પર એક લક્ઝરી બસ નું ટાયર માટીના થરમાં ફસાઈ જતા લગભગ એક કલાક સુધી બંને તરફનો ટ્રાફિક જામ થઈ ગયો હતો એને લઈને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સદર ગટર યોજના ચાલુ કરી ત્યારથી કંજરી રોડ ચાર રસ્તા પસાર કરવા હોય તો વાહન ચાલકે કે રાહદારીએ ખૂબ ધ્યાન રાખવું પડે અને ચારે તરફ જોયા બાદ રોડ ક્રોસ કરવો પડે આ વખતે રાહદારીના મનમાં એક જ વસ્તુ ઘર કરે કે કંજરી ચાર રસ્તા પસાર કરવા હોય તો અભિમન્યુના સાત કોઠા પસાર કરવા બરાબર છે

Advertisement
  • કંજરી રસ્તા પર એક એસ.ટી બસ નું ટાયર ગટર માં ઉતરી જતાં રસ્તામાં ટ્રાફિક જામ નો માહોલ સર્જાયો
  • કોન્ટ્રાકટર ની મરજી મુજબ નું કામ હાલોલ નગરજનો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે
  • નાગરિકોના મકાનો ના કનેક્શન ભૂગર્ભ ગટર યોજનામાં આપ્યા બાદ રોડનું કામ શરૂ કરવાનું હોય જેથી કરીને ફરીથી રોડને તોડફાડ કરવાની જરૂર ના પડે
error: Content is protected !!