Panchmahal
હાલોલ કંજરી રોડ MGVCL ના દબાણોથી ક્યાંક પહોળો તો ક્યાંક સાંકળો
(સુરેન્દ્ર શાહ દ્વારા)
હાલોલ કંજરી રોડ લોક સુવિધા માટે નવો બનાવવા માં આવ્યો તેના પર અકસ્માત ના થાય તથા અપ એન્ડ ડાઉન ની સિસ્ટમ જળવાઈ રહે તે માટે રોડ પર ડિવાઇડર બનાવવામાં આવ્યું છે પરંતુ હાલોલ થી કંજરી તરફ જતો રોડ ડિવાઇડર બનાવ્યા બાદ થોડોક મોટો લાગે છે અને કંજરીથી હાલોલ તરફ આવતા રોડ સાંકડો લાગે છે અને તેના અવલોકન બાદ લોકોએ જણાવ્યું હતું કે રોડ પર વિદ્યુત બોર્ડની ડીપી સેટ તથા લાઈટના થાંભલાઓ ખસેડવા જોઈએ તે ખસેડવામાં આવ્યા નથી આ ઉપરાંત અમુક દબાણો ખસેડવામાં આવ્યા નથી જેને લઈને ડિવાઇડર બનાવ્યા બાદ કંજરીથી હાલોલ તરફ આવતો રોડ સાંકડો લાગે છે આ ઉપરાંત કંજરી રોડ પર હનુમાનજી મંદિરની બાજુમાં અનેક ખાણીપીણીની લારીઓ ખડકી દેવામાં આવી છે લારીઓ આગળ નવો અને પહોળો બનાવવામાં આવેલો અડધો માર્ગ ગ્રાહકો વાહનો મૂકીને લારીઓ ઉપર નાસ્તો કરવા કે લેવા માટે ઊભા રહેતા હોય છે
પરિણામે વાહનચાલકોને ભારે આપદાનો સામનો કરવો પડે છે વધારામાં આ રોડ પર દુકાનો ધરાવતા વેપારીઓ પોતાની દુકાન નો માલ બહાર ગોઠવે છે અને વાહનો પાર્ક કરતા અડધો રોડ તો દુકાનદારો કબજો કરી લેછે આ નવો બનાવવામાં આવેલો રોડ દુકાનદારો માટે જ બનાવવામાં આવ્યો હોય તેવું લોક મુખે ચર્ચાઈ છે અત્યાર સુધી પાલિકાનો વહીવટ ચૂંટાયેલી પાંખ દ્વારા કરવામાં આવતો હતો પરંતુ હવે તો સરકારી પ્રતિનિધિ વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળે છે તેઓએ કોઇની પણ શેહ શરમ રાખ્યા વગર કડક સાથે કામ લઈ આવા દબાણો અને લટકણીયા ઓ દૂર કરવામાં રસ દાખવવો જોઈએ કારણ તેમને ક્યાં મત લેવાના છે હાલોલ ખાતે અત્યાર સુધીમાં પાંચ પાંચ વખત દબાણો ખસેડવામાં આવ્યા છે પરંતુ દબાણો ખસેડ્યા બાદ ગણતરીના દિવસોમાં જ દબાણો પુનઃ યથાવત થઈ જાય છે અને પાલિકા દ્વારા કરવામાં આવેલો ખર્ચ તથા સ્ટાફ દ્વારા ખર્ચ કરવામાં આવેલા કલાકો પાણીમાં જતા રહે છે જો વહીવટદાર કડક હાથે કામ લેશે તો સરકાર દ્વારા રોડ માટે ખર્ચવામાં આવેલા લાખો રૂપિયા લેખે લાગશે અને વાહન ચાલકોને સુવિધા રહેશે
હાલોલ પાલિકાના મુખ્ય અધિકારી દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવીછે ગતરોજ બપોર પછી પાવાગઢ રોડ ઉપર ના દબાણો લટકનિયા અને છજા ઓ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ સૌથી પહેલા કંજરીરોડ ચાર રસ્તા ઉપર ના પ્રવેશ દ્વાર ના દબાણો ખસેડવાની જરૂર હતી હાલોલ નો કંજરી રોડ એટ્લે અલકાપુરી વિસ્તાર ગણાય આ રોડ ઉપર સૌથી વધુ સોસાયટીઓ તથા સ્કૂલો આવેલી છે આ રોડ ઉપર ટ્રાફિક ચોવીસ કલાક રહેછે દબાણો ખસે તો રાહદારી તથા વાહન ચાલકોને રાહત રહે પરંતુ સવાલ એ છે કે આ રોડ ઉપર થી દબાણો હટશે ખરા
* વિદ્યુત બોર્ડની ડીપી તથા લાઈટના થાંભલાઓ અડચણ રૂપ
* કંજરી રોડ પર અનેક ખાણીપીણીની લારીઓ ખડકી દેવામાં આવી છે લારીઓ આગળ નવો અને પહોળો બનાવવામાં આવેલો અડધો માર્ગ ગ્રાહકો વાહનો મૂકીને લારીઓ ઉપર નાસ્તો કરવા કે લેવા માટે ઊભા રહેતા હોય છે
* વેપારીઓ પોતાની દુકાન નો માલ બહાર ગોઠવે છે અને વાહનો પાર્ક કરતા અડધો રોડ તો દુકાનદારો તથા શાકભાજી ના પથારા કબજો કરી લેછે
* અત્યાર સુધીમાં પાંચ પાંચ વખત દબાણો ખસેડવામાં આવ્યા છે પરંતુ દબાણો ખસેડ્યા બાદ ગણતરીના દિવસોમાં જ દબાણો પુનઃ યથાવત થઈ જાય છે