Panchmahal
હાલોલ કુમાર શાળામા ચંદ્રયાન-3નું મોડેલ બનાવી ડેમો લોન્ચિંગ કરી વિદ્યાર્થીઓને ચંદ્રયાન -3 વિશે માહિતી અપાઈ

હાલોલ કુમારશાળા મેથ્સ સાયન્સ ક્લબ અંતર્ગત નિયમિત રીતે વિવિધ પ્રવૃત્તિઓ શાળાના બાળકોને કરાવવામા આવે છે. ઈસરો દ્વારા ચંદ્રયાન -3 નું લોન્ચિંગ કરવામાં આવનાર છે.તે અંતર્ગત હાલોલ કુમાર શાળાના સાયન્સ ટીચર પ્રવીણભાઈ પરમાર દ્વારા ચંદ્રયાન -3 નું એક મોડેલ બનાવી સમગ્ર શાળાના વિદ્યાર્થીઓને તેના લોન્ચિંગનો એક ડેમો બતાવવામા આવ્યો હતો.આ પ્રવૃત્તિ અંતર્ગત શાળાના વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ દ્વારા એક ચંદ્રયાન-3 મોડેલ બનાવામાં આવ્યુ હતું.
તેમજ પ્રેયર દરમ્યાન બાળકોને ઈસરો ધ્વારા લોન્ચ કરવામા આવનાર ચંદ્રયાન :3 ના વિવિધ ભાગ અને કાર્ય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ચંદ્રયાનના પે લોડ, રોવર,લેન્ડર અને રોવર વિશે માહિતી જાણી બાળકો અભિભૂત થયા હતા.અને આપણી કુમાર શાળામા પણ ચંદ્રયાન -3 ના મોડેલ નું ડેમો આજે જોઈશું તેમ જણાવતા બાળકો ખૂબજ ઉત્સાહિત થઇ ગયા હતા.બપોરે રીસેસ બાદ 2:35 વાગ્યે સમગ્ર શાળાના બાળકોને મેદાનમા લઇ જઈ મેથ્સ સાયન્સ ક્લબના સભ્ય બાળકો ની ટીમ ની મદદ લઇ ચંદ્રયાન-3 ના મોડેલ નું લોન્ચિંગ ડેમો બતાવવામા આવ્યો હતો.જે જોઈને બાળકો ખૂબ પ્રોત્સાહિત અને ઉત્સાહિત થયા હતા.આ મોડેલ ડેમો લોન્ચિંગ સમયે કુમારશાળા હાલોલના સી.આર.સી.કૉ ઓરડીનેટર બાલકૃષ્ણ પટેલ ની પણ પ્રેરક હાજરી રહી હતી.