Panchmahal
હાલોલ મરદાની ચીફ ઓફિસરે રેસ્ટહાઉસ ની બહાર ના દબાણ દૂર કર્યા તેની બાજુમાં દબાણ વધારવાનું કામ પાકા પાયે

સુરેન્દ્ર શાહ દ્વારા
તાજેતરમાં હાલોલ ખાતે દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી હતી જેમાં ગણતરીના માણસો ના દબાણ હટાવવામાં આવ્યા છે તે દબાણ ખસેડવા જરૂરી હતા અને ખસેડવા જોઈએ પરંતુ સાથે સાથે નવા દબાણ ઉભા ન થાય તે પણ તંત્ર માટે નીગરાની રાખવી જરૂરી છે તાજેતરમાં જુના રેસ્ટ હાઉસ ની બહાર નું દબાણ ખસેડવામાં આવ્યું હતું બરાબર તેની બાજુમાં વન વિભાગની ઓફિસના મેન ગેટ ની બાજુમાં નાના કેબિટમાં વેપાર કરતાં ઈસમ દ્વારા નાનું કેબીન ખસેડીને મોટું કેબીન મૂકવાની કામગીરી ચાલુ છે પહેલા દબાણ હતું તે દબાણમાં વધારો કરીને મોટુ કેબિન ગોઠવી પોતાનો વેપાર ધંધો ચલાવશે આ અંગે નગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવશે ખરા
- વન વિભાગની ઓફિસના મેન ગેટ ની બાજુમાં નાના કેબિટમાં વેપાર કરતાં ઈસમ દ્વારા નાનું કેબીન ખસેડીને મોટું કેબીન મૂકવાની કામગીરી ચાલુ
- પહેલા દબાણ હતું તે દબાણમાં વધારો કરીને મોટુ કેબિન ગોઠવી પોતાનો વેપાર ધંધો ચલાવશે
- નગરપાલિકા દ્વારા વ્હાલા દવલા ની નીતિ