Connect with us

Gujarat

હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારનો જન્મદિવસ ગરીબો માટે દિવાળી હજારોને મદદ કરી

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)

હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારનાં જન્મદિવસને સેવાકીયકાર્યો થકી યાદગાર બનાવ્યો જન્મદિવસ ની ઉજવણી ગરીબો માટે દિવાળી બની હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર નો જન્મદિવસ હોય આજના દિવસને સેવા દિવસ બનાવી હજારો ગરીબોને મદદ તથા અન્ય સેવાકીય કાર્ય કરી જન્મદિવસને એક યાદગાર પ્રસંગ બનાવ્યો હતો હોદ્દેદારોથી લઈ નાનામાં નાના કાર્યકરો તથા મતદારો મોટી સંખ્યામાં ધારાસભ્યને જન્મદિવસની શુભેચ્છા આપવા તેમના નિવાસસ્થાને તથા ભાજપ કાર્યાલય ઉપર પહોંચ્યા હતા

Advertisement

હાલોલ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની લોકપ્રિયતાના કોઈ સીમાડા નથી. આજરોજ જન્મદિવસની ઉજવણીમાં હાલોલ વિધાનસભા જાણે ઘેલી બની હતી જાંબુઘોડા, ઘોઘંબા તથા હાલોલ નગરના મતદારો તથા ભાજપના કાર્યકરોમાં જન્મદિવસની ઉજવણીની ખુશીઓ હતી આજના દિવસે વિવિધ સેવાકીય કાર્ય થયા હતા સવારથી લઈને રાત સુધી લોકમદદ નાં કાર્ય થયા હતા. રક્તદાન શિબિર, પ્રસુતિ ગૃહ તથા હાલોલ રેફરલ હોસ્પિટલમાં ફૂટ અને બિસ્કિટ વિતરણ, વૃક્ષારોપણ, નોટ પેન્સિલ વિતરણ, શાળાઓમાં તિથિ ભોજન, ગંગાસ્વરૂપ બહેનોને સાડી વિતરણ, મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ મંદિરના દર્શનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ફ્રુટ અને બિસ્કીટ વિતરણ દરમિયાન દરેક દર્દીઓને મળી તેમના હાલ ચાલ પૂછી તેમને કેમ દાખલ કરવામાં આવ્યા અને શું રોગ છે તેની માહિતી મેળવી હતી બાળકોના વોર્ડમાં બાળકોને માથે હાથ મૂકી તેમની સાથે ગોષ્ઠી કરી ડોક્ટરને દર્દીઓની ખાસ કાળજી લેવા સૂચન કર્યું હતું. સેવાકીય કાર્યોમાં નાતજાતનાં ભેદભાવ હોતા નથી તે ઉક્તિને સાર્થક કરી જયદ્રથસિંહ પરમારે તમામ દર્દીઓને ફ્રુટ અને બિસ્કીટનું વિતરણ કરતા દર્દીઓએ “ઘણું જીવો અને સેવા કરો” તેવા આશીર્વાદ આપ્યા હતા

Advertisement

જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઘોઘંબા ભાજપ દ્વારા ગંગાસ્વરૂપ બહેનોની સાડી વિતરણ કરી હતી ઘોઘંબા ભાજપના કાર્યકરોએ 151 કિલો ગુલાબના ફૂલોનો મહા હાર બનાવી દાદાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઘોઘંબા તાલુકામાં 1161 મહિલાઓને સાડી વિતરણ કરવાનું લક્ષ્ય હોવાનું ભાજપના યુવા કાર્યકરો એ જણાવ્યું હતું. ઘોઘંબા એપીએમસી હોલ ખાતે યોજાયેલા શુભેચ્છા કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ, જયપાલસિંહ રાઠોડ, નરેન્દ્રસિંહ પરમાર, સાગર ગોહિલ, ભીખાભાઈ તાલુકા પ્રમુખ હેમંત રાઠવા, કૈલાશબેન પરમાર સહિત ભાજપના કાર્યકરો અને મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે નેતા હોય કે અભિનેતા પબ્લિકમાં પોતાનો રોફ જમાવવા બર્થડે પાર્ટીના નામે કરોડો રૂપિયા ખર્ચી દેખાડો કરતા હોય છે અને મોટા મોટા લોકોને પાર્ટી આપતા હોય છે ત્યારે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે સાદગીથી ભગવાનના આશીર્વાદ લઇ મતદારો, ગરીબ પરિવારો, નાના બાળકો અને જરૂરિયાતો મંદ લોકોની સાથે ઉજવણી કરી સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે  પિતાના સેવાકીય કાર્યોમાં ધારાસભ્યનો પુત્ર અને યુવાનોના આઇકોન એવા મયુરધ્વજસિંહ પરમાર પણ પિતા સાથે ખભે ખભો મિલાવી સેવાકીય કાર્યોમાં જોડાઈને ગરીબોને મદદ કરી હતી

Advertisement

Continue Reading
Advertisement
error: Content is protected !!