Gujarat
હાલોલ ધારાસભ્યએ પાંચ દિવસ માં લાભાર્થીઓને કુદરતી આપત્તિ 5,13000ની સહાય અપાવી
ઘોઘંબામાં ત્રણ લાભાર્થીઓને કુદરતી આપત્તિ સહાય અંતર્ગત પાંચ લાખની સહાય ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર ના હસ્તે ચૂકવવામાં આવી ઘોઘંબા તાલુકામાં 25 જૂન ના રોજ તાલુકાના અલગ અલગ ગામોમાં વીજળી પડવાથી તેમજ મકાન ધરાસાઈ થવાના કારણે માનવ મૃત્યુ નીપ્યું હતું. કુદરતી આપત્તિમાં થયેલા નુકસાનનું આજ વળતર ચૂકવવામાં આવ્યું હતું.
ધારાસભ્યના પ્રયાસો થી માત્ર પાંચ દિવસમાં લાભાર્થીઓને વળતર ચૂકવાયું હતું. કુદરતી આફતમાં રાઠવા શનયાભાઈનું મકાનમાં દબાઈ જવાથી મોત નીપજયું હતું. પાધોરામાં વીજળી પડવાથી ભેંસ મૃત્યુ પામી અને પાલ્લા ગામે વીજળી પડવાથી બે બળદ અને પાલતુ કુતરાનુ મરણ થયું હતું. કુદરતી આપત્તિમાં નુકસાન થતા લાભાર્થી દ્વારા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં નોંધ કરાવી હતી સાથે સાથે હાલોલ ધારાસભ્ય જયદ્રસિંહ પરમારને પણ આ બાબતે રજૂઆત કરતા હાલોલ ધારાસભ્ય તથા ઘોઘંબા તાલુકાના ઉત્સાહી પ્રમુખ હેમંત રાઠવા તાત્કાલિક દસ્તાવેજોની વિધિ પૂર્ણ કરી ધારાસભ્યને મોકલી આપ્યું હતું ધારાસભ્ય એ પણ આ બાબતને ગાંધીનગર સુધી પહોંચાડી માત્ર પાંચ દિવસના સમયમાં લાભાર્થીઓને લાભ અપાવી પ્રજાના સાચા સેવક હોવાનુ પુરવાર કર્યું હતું.
હાલોલ ધારાસભ્યના આવા સેવાભાવી કાર્યોને કારણેજ પ્રજા તેમને ચૂંટણીમાં આશીર્વાદ આપી લીડ થી વિજય અપાવે છે તેમના મળતાવડા સ્વભાવ, ચહેરા ઉપર હંમેશા સ્મિત સાથે પ્રજાના સેવાકીય કાર્યોને કારણે જ હાલોલમાં કોંગ્રેસ નામશેષ થઈ ગઈ છે ઘોઘંબા તાલુકા પંચાયત ખાતે યોજાયેલા આજના કાર્યક્રમમાં મરણ જનરલ રાઠવા શનયાભાઈ ના પરિવારને ₹4,13,500 રંગીતભાઈ રાઠવા ને 64000 તથા સનાભાઇ નાયકને 37,500 નો ચેક ધારાસભ્ય જયદ્રસિંહ પરમારના હસ્તે આપવામાં આવ્યો હતો.
પાંચ દિવસમાં સહાયની રકમ અપાવતા લાભાર્થીઓએ હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર નો આભાર માન્યો હતો. કુદરતી આપત્તિ સહાયના ચેક વિતરણ પ્રસંગે ઘોઘંબા તાલુકા પંચાયત પ્રમુખ હેમંત રાઠવા, તાલુકા વિકાસ અધિકારી, ભાજપ કાર્યકરો, સરપંચો, હોદ્દેદારો હાજર રહ્યા હતા