Gujarat
હાલોલ નગર ગણેશમય બન્યું સ્વસ્તિક કોમ્પ્લેક્ષમાં રહેતા પરિવારોએ 10 દિવસ દાદાની સેવા કરી 56 ભોગ ધરાવ્યા
હાલોલમાં ગણેશ મંડળો દ્વારા કલાત્મક ગણેશજીની પ્રતિમાઓ બિરાજમાન કરી સુંદર ડેકોરેશન કરતા હાલોલ નગરના ભક્તો વિવિધ ગણેશ મંડળની મુલાકાત લઈ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે હાલોલ ના ઓડ ફળિયામાં આવેલ સ્વસ્તિક કોમ્પ્લેક્સના રહીશો છેલ્લા ચાર વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરે છે જેમાં કોમ્પ્લેક્સમાં રહેતા ગુજરાતી, મહારાષ્ટ્રીયન તથા અન્ય રાજ્યોના પરિવારો એકમેક સાથે હળીમળીને રહે છે અને સતત દસ દિવસ ગણપતિ બાપાની મહેમાનગતિ કરે છે રોજે રોજ સવાર સાંજ બાપા ની આરતી, પ્રસાદ અને આઠમના દિવસે 56 ભોગનો પ્રસાદ ધરાવે છે
અહીં વસતા પરિવારોની ભાષા ભલે અલગ હોય પરંતુ ગણપતિ દાદા પ્રત્યે તેમની આસ્થા એક છે જે રીતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નામની ધારાવાહિકમાં ગોકુળધામ સોસાયટી છે તે જ પ્રમાણે અહીં ના રહિશો એકબીજા સાથે હળીમળી ને રહે છે અને દરેક તહેવારો સંપીને ઉજવે છે સ્વસ્તિક કોમ્પલેક્ષના સંચાલક છોટુભાઈ તિવારી અહીં રહેતા અતુલભાઇ શાહ તથા અજીતભાઈ પાટીલ દરેક સાથે મળી તહેવારોની ઉજવણી નું આયોજન કરેછે દિવાળી, હોળી, નવરાત્રી, કરવાચોથ તેમજ ગુજરાતી અને પરપ્રાંતિય તહેવારો ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરે છે ગણેશ ચતુર્થી ની ઉજવણી પ્રસંગે ગણપતિ બાપા ની દસ દિવસથી આસ્થા સાથે પૂજા અર્ચના બાદ છેલ્લા દિવસે ભંડારો કરી બાપાને હાલોલ ખાતે આવેલા તળાવમાં વિસર્જન કરવામાં આવશે