Panchmahal

હાલોલ નગર પાલિકાની ચુંટણી ક્યારે????

Published

on

હાલોલ નગરપાલિકાની મુદત તારીખ 18 ફેબ્રુઆરી 2023 ના રોજ પૂર્ણ થાય છે છતાં પણ તંત્ર દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી જેને લઇને જેનો વહીવટ ચૂંટાયેલા લોક પ્રતિનિધિ દ્વારા કરવાનો હોય તે વહીવટ હવે નવી ચુંટણીઓ ન થાય ત્યાં સુધી વહીવટદાર દ્વારા વહીવટ ચલાવવામાં આવશે ઓબીસી અનામતને લઈને કરવામાં આવેલી પિટિશન ને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય સરકારને તાકીદ કરવામાં આવી હતી કે ઓબીસીના સર્વે માટે કમિશન નીમવું અને 90 દિવસમાં કમિશનનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવો કમિશનનો રિપોર્ટ ઝવેરી પંચ દ્વારા સમય મર્યાદામાં રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવ્યા બાદ સરકાર દ્વારા 10 10 વર્ષ સુધી રિપોર્ટ નામદાર કોર્ટમાં રજૂ ન કરી શક્યા પરિણામે નામદાર કોર્ટ દ્વારા 12 માર્ચ 2023 સુધીની મુદત લંબાવી આપી છે.

10 વર્ષ સુધી ડબલ એન્જિનની સરકાર નામદાર કોર્ટમાં ઝવેરી પંચ નો રિપોર્ટ રજૂ કરવામાં નિષ્ફળ જતા ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી શક્યા નથી જોકે રાજ્ય સરકારની બેધારી નીતિને લઈને 2010 માં દાખલ થયેલી ઓબીસીપીટીશન નો જવાબ અને રિપોર્ટ આપવામાં બેદરકારી દાખવવામાં આવતા પંચમહાલ જિલ્લાની ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સાથે હાલોલ નગરપાલિકાની ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં વિલંબ થયો છે લોકો દ્વારા અને લોકોની પસંદ કરેલ સભ્યોના બદલે વહીવટદાર વહીવટ કરશે આ માટે ડબલ એન્જિનની સરકાર જવાબદાર છે નામદાર કોર્ટ દ્વારા પંચ નિમિ સર્વે કરાયા બાદ તેનો રિપોર્ટ આવે ત્યારબાદ ચુકાદો શક્ય બને પરંતુ સરકાર દ્વારા રચવામાં આવેલા ઝવેરી પંચે તેમની સમય મર્યાદામાં સર્વે નો રિપોર્ટ આપ્યા બાદ પણ તે રિપોર્ટ નામદાર કોર્ટમાં સરકાર રજુ કરી શકી નથી પરિણામે સમગ્ર ગુજરાતમાં 7100 ગ્રામ પંચાયત બે જિલ્લા પંચાયત 17 તાલુકા પંચાયત અને 71 નગરપાલિકા મુદત વિત્યાબાદ પણ ચૂંટણીપંચ તારીખો જાહેર થઈ શકતી નથી આ ઉપરથી ફલિત થાય છે કે ડબલ એન્જિનની સરકારનો વહીવટ માત્ર કાગળ પર અને બેફામ જાહેરાતો થી ચાલે છે અથવા તો સરકારી અધિકારીઓ સરકારને ગાંઠતા નથી કે સરકારની વાતોને અને સૂચનોને નજર અંદાજ કરી હાંસ્યામાં ધકેલી દે છે લોકોથી લોકો દ્વારા ચાલતા પંચાયતી રાજ પર સરકારની બેદરકારીએ પાણી ફેરવી દીધાનું લોક મુખે ચર્ચાઈ છે

Advertisement

Trending

Exit mobile version