Gujarat
‘વેસ્ટ ટુ વેલ્થ’ થીમ ઉપર હાલોલ નગર પાલિકાએ હરીફાઈ યોજી
(અવધ એક્સપ્રેસ દ્વ્રારા)
હાલોલ નગર પાલિકા દ્વારા ‘વેસ્ટ ટુ વેલ્થ’ થીમ ઉપર સિંગલયુઝ પ્લાસ્ટિક થી થતા પર્યાવરણના નુકશાન ને અટકાવવા આવા વેસ્ટ નો વ્યવહારુ જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે તે માટે ની એક તંદુરસ્ત હરીફાઈ નગરની સાત હાઈસ્કૂલ વચ્ચે યોજવામાં આવી હતી.જેમાં તમામ શાળા ના ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા 30 થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ ભાગ લીધો હતો અને 14 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.હાલોલ નગરપાલિકા ના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા ગાંધી જયંતિ ની ઉજવણી ના ભાગ રૂપે સ્વચ્છતા હી સેવા ના અગ્રહી ગાંધીજી ના જન્મ દિવસ પૂર્વે આજે પર્યાવરણ માટે ઘાતક સિંગલયુઝ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ કે જેના વેસ્ટ માંથી બેસ્ટ બનાવતી કૃતિઓ વચ્ચે એક તંદુરસ્ત સ્પર્ધા નું આયોજન પાલિકાના કોમ્યુનિટી હોલ માં કરવામાં આવ્યું હતું.
નગરની સાત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એ 14 જેટલી કૃતિઓ કે જે આવા પર્યાવરણ માટે નુકશાન કારક કચરા નો અન્યત્ર ઉપયોગ કરવામાં આવતો હોય તેવી કૃતિઓ, મોડ્યુલ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.સાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ના 30 જેટલા બાળકોએ વેસ્ટ માંથી બેસ્ટ નો ઉપયોગ કરી વેસ્ટ ટુ વેલ્થ કેવી રીતે કરી શકાય તે નું કૃતિઓ દ્વારા નિદર્શન કરાવ્યું હતું. હાલોલ નગર પાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, નગરના સ્વચ્છતા એમ્બેસેડર કલ્પનાબેન જોશીપુરા,વડોદરા ઝોન ઓફીસ માંથી પર્યાવરણ ઈજનેર હર્ષદભાઈ, અને જુનિયર ટાઉન પ્લાનર તેજગઢવાળા એ બાળકો દ્વારા તંદુરસ્ત પર્યાવરણ માટે રજૂ કરવામાં આવેલી કૃતિઓ નું બારીકાઈ થી નિરીક્ષણ કર્યું હતું અને શાળાઓ અને વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અંગે જાગૃતતા આવે તેવા પ્રયાસ કર્યા હતા.નગરપાલિકા દ્વારા 2 જી ઓક્ટોબર ના ગાંધી જયંતિ ના દિવસે આ તમામ શાળાઓ દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિઓ ને પ્રથમ, દ્વિતીય અને ત્રીજો ક્રમ નક્કી કરવામાં આવશે અને તમામ સ્કૂલો ના બાળકો ને પ્રોત્સાહિત કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.