Panchmahal
હાલોલ નો ઢોર ડબ્બો ગાય ખાઈ ગઈ ડબ્બાની જગ્યાએ શોપિંગ અને ગાયમાતા રસ્તા ઉપર

(સુરેન્દ્ર શાહ દ્વારા)
સમગ્ર ગુજરાતમાં રખડતા પશુઓનો ત્રાસ છે અને એ ત્રાસ હાલોલ નગરપાલિકા વિસ્તારમાં વસતા લોકોને પણ છે પરંતુ નગરપાલિકા દ્વારા કોઈપણ જાતના પશુને નાંથવાના પ્રયત્નો હાથ ધરવામાં આવતા નથી પરિણામે લોકોમાં આક્રોશ વર્તાય છે જોકે વર્ષો પહેલા હાલોલ ખાતે પી ડબ્લ્યુ ડી ની ઓફિસની બાજુમાં પશુ ડબ્બો હતો તે ડબ્બાના સ્થળે જે તે વખતના સત્તાધીશો દ્વારા પશુ ડબ્બાના સ્થળે હેતુ ફેર કર્યા વગર શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું હતુ પરિણામે અત્યારે જો પશુઓને પકડવામાં આવે તો તેમને રાખવા ક્યાં તે મોટો સવાલ છે જેણે લઈને પાલિકા તંત્ર પશુઓને પકડવાનું કામ કરતા નથી અને લોકોને પશુઓનો ત્રાસ સહન કરવાનો વારો આવ્યો છે.
કાયદો અને નિયમો માત્ર મોટા શહેરો પૂરતો છે! નાના શહેરોમાં માણસો વસતા નથી! ભારતના બંધારણ મુજબ ભારતમાં વસતા તમામ નાગરિકોને નિયમો અને કાયદો એક સરખો લાગે છે તો હાલોલ ખાતે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પશુઓને પકડવાની ઝુંબેશ કેમ ચલાવવામાં આવતી નથી હાલોલના ગાંધીચોક સ્થિત શાકમાર્કેટ અને એમ એસ હાઇસ્કુલ ની પાછળના ભાગે આવેલ શાક માર્કેટમાં 24 કલાક ગાયો અને આખલાઓના જમેલો હોય છે ગાયો શાકભાજી આરોગવા માટે શાકભાજીની લારીમાં મ્હોં મારવા જાય તે વખતે આજુબાજુ માણસોની અવરજવર છે કે નહીં તે જોયા વગર શાકભાજીનો વેપારી ડંડો મારવાનો પ્રયાસ કરે ગાય દોડે અને રાહદારીને હડફેટમાં લે તેને ઇજા કરે તેના માટે જવાબદાર કોણ આ અગાઉ અનેક માણસોને નાની મોટી ઈજાઓ થયેલી છે અને ઇજા બાદ સારવાર દરમિયાન બે એક વ્યક્તિના મરણ થયેલ છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા પશુઓ પકડવાનું કામ હાથ ધરવામાં આવતું નથી જોકે જો પ્રાથમિક ધોરણે પકડે તો પશુ ડબ્બો છે નહીં તો પશુઓને રાખે ક્યાં એ મોટો સવાલ હોવાથી પાલિકા તંત્ર પશુઓ પકડવાનું કામ હાથમાં લેતા નથી લોકહિતનું આ કામ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવે તો તે સરાહનીય હશે