Gujarat
હાલોલ સર્વોદય હોસ્પિટાલીટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે સન્માન કાર્યક્રમ યોજાયો
કાદીર દાઢી.હાલોલ
હાલોલ પાવાગઢ રોડ પર આવેલા હૈદરી ચોક ખાતે સર્વોદય હોસ્પિટાલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મહિલા વિકાસ મંડળ દ્વારા મુસ્લિમ સમાજના ધોરણ 10 અને 12 ના તેજસ્વી તારલાઓ તેમજ શ્રેષ્ઠ ભણતર થકી તાજેતરમાં વકીલ તેમજ તબીબ બનેલા યુવક અને યુવતીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં સૌ વિદ્યાર્થીઓ અને તાજેતરના વકીલ અને તબીબ બનેલ યુવક અને યુવતીઓને પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જ્યારે આ પ્રસંગે અમદાવાદ જમાલપુર ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલા,અમદાવાદ દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીનભાઈ શેખ તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હુમ એહમદભાઈ પટેલની સુપુત્રી મુમતાજબેન પટેલ સિદ્દીકી ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
અને સર્વોદય હોસ્પિટાલીટી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને હાલોલ નગર પાલિકા નાં પૂર્વ વિરોધ પક્ષના નેતા સલીમભાઈ સરજોન, અજીજુલભાઈ દાઢી, ફારુકભાઈ બાગવાલા, સમીરભાઈ સોડાવાલા, સરફરાઝભાઈ બાગવલા, સમીરભાઈ બજારવાલા, સરફરાઝભાઈ ઘાંચી ઉર્ફે લાલાભાઈ, સમીરભાઈ ફટાકડાવાલા તેમજ મહિલા વિકાસ મંડળ માથી ઇરફાનભાઇ શેખ, યાસ્મીનબેન શેખ, ફરીદાબેન શેખ સહિત ટ્રસ્ટના કાર્યકરો તેમજ કોંગ્રેસના અગ્રણીઓ અનસભાઈ અંધી, સાજીદભાઈ વલી, વસીમ સરજોન, સજ્જાદ દાઢી ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે મોટી સંખ્યામાં નગરજનોએ પણ હાજરી આપી હતી અને ટ્રસ્ટ દ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.જ્યારે ઇમરાનભાઈ ખેડાવાલા, ગયાસુદ્દીનભાઈ શેખ તેમજ મુમતાજબેન પટેલ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને આશીર્વાદ આપ્યા હતા અને જણાવ્યું હતું કે સમાજના બાળકોમાં ધાર્મિક જ્ઞાન સાથે શિક્ષણ પ્રત્યે પણ જાગૃતિ લાવવા નાં પ્રયત્નો કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત તેમજ શ્રેષ્ઠ ભણતર આપી ભણાવવા માટે ની અપીલ પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.