Panchmahal
હાલોલ શાંતિવન સ્મશાનમાં માં હવે CNG ગેસ થી અગ્નિ શંસ્કાર થશે
(સુરેન્દ્ર શાહ દ્વારા)
હાલોલ ખાતે આવેલ શાંતિવન સ્મશાનમાં હાલોલ નગરપાલિકા ના પૂર્ણ સહયોગથી ગેસ આધારિત ચિતાનું નિર્માણ થવા જઈ રહ્યું છે અત્યાર સુધી હાલોલ ખાતેના સ્મશાનમાં લાકડાના ઉપયોગથી અગ્નિસંસ્કાર કરવામાં આવતો હતો પરંતુ પર્યાવરણને ધ્યાનમાં રાખીને તથા સ્મશાનની નજીક જ સીએનજી ગેસ ની સગવડ હોવાથી રૂપિયા 30 લાખના ખર્ચે નગરપાલિકાના સહયોગથી શાંતિવન સ્મશાન ટ્રસ્ટ દ્વારા ગેસ આધારિત ચિતા બનાવવા ની શરૂઆત કરવામાં આવી છે જે અંદાજે અઢીથી ત્રણ મહિના પછી શરૂ થઈ જશે ગેસ આધારિત ચિતાથી કીમતી લાકડાનો બચાવ થાય છે તથા પર્યાવરણને નુકસાન થતું નથી આ ઉપરાંત ડાઘુઓ પણ ધુમાડો તથા રાખ થી પરેશાન થતા નથી લાકડા કરતા ઓછા ખર્ચામાં સમયના બચાવ સાથે પાર્થિવ શરીરનો અગ્નિસંસ્કાર થાય છે
અગ્નિ ચિતા યુરોપિયન ડિઝાઇનથી બનાવવામાં આવશે તેમાં ઊંચી ચીમની ની જરૂરિયાત પડતી નથી ગેસ આધારિત સ્મશાન ચિતા એ પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર માટેની અધ્યતન અને ઝડપી સુવિધા છે જેમાં પાર્થિવ દેહને એક બંધ ચેમ્બર માં મૂકી ગેસથી તેનું દહન કરવામાં આવે છે અને ગણતરીના સમયમાં અગ્નિસંસ્કાર સંપન્ન થઈ જાય છે તથા અસ્થિ પણ તૈયારીમાં લઈ જઈ શકાય છે લાકડાથી કરવામાં આવતા અગ્નિસંસ્કાર ની સરખામણીમાં ગેસ ચિતાથી કરવામાં આવતો અગ્નિસંસ્કાર પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે બે બર્નર સાથે ની ચિતાની ગોઠવણી કરવામાં આવશે જેનાથી કીમતી લાકડાનો બચાવ થશે માણસોને ગરમી અને ઉડતી રાખથી બચાવ થશે જોકે ગેસ આધારિત ચિતાઓ ગુજરાતમાં ઘણી જગ્યાએ છે પરંતુ હાલોલમાં ગેસ આધારિત ચિતા ચાલુ થશે તો તે પંચમહાલ ખાતે પ્રથમ ગેસ આધારિત ચિતા હશે