Panchmahal
હાલોલ: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ખેલે ગુજરાત સમર કોચિંગ આયોજન
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત અને પંચમહાલ જિલ્લા રમત વિકાસ અઘિકારીની કચેરી ગોધરા,દ્વારા ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પનું આયોજન હાલોલની વી.એમ. અંગ્રેજી માધ્યમ શાળામાં કરવામાં આવ્યું છે. તારીખ ૧/૫/૨૦૨૩ થી ૧૦/૫/૨૦૨૩ ,૧૦ દીવસ સુધી શાળા ખાતે કુસ્તી, ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડી રમત નું કોચિંગ આપવામા આવી રહ્યુ છે.જેમાં હાલોલ તાલુકા ની અગલ અલગ શાળા ના ભાઇઓ બહેનો, કુલ ૧૯૫ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલાડીઓ ને ટી શર્ટ, ટોપી,અને દરોજ નો નાસ્તો આપવામાં આવી રહ્યો છે, અને છેલ્લાં દિવસે સર્ટીફીકેટ પણ આપવામાં આવશે.જ્યારે સમર કોચિંગ કેમ્પનું આયોજન જિલ્લા રમત વિકાસ અઘિકારી પ્રતાપ પસાયા ની નિગરાની હેથળ કરવામાં આવ્યું છે.જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ રહ્યા છે.