Panchmahal
હાલોલ વૈષ્ણવ સમાજે કાંકરોલી નરેશ પૂ.પાદ વ્રજેશબાવા ને પુષ્પાંજલિ અર્પી

સુરેન્દ્ર શાહ દ્વારા
કાંકરોલી નરેશ અને પુષ્ટિમાર્ગના ચિંતિત પ્રણેતા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજેશ બાવા નો દિવ્ય લીલામા પ્રવેશ બાદ હાલોલ ની વૈષ્ણવ સંપ્રદાયની સૃષ્ટિ દ્વારા હાલોલ ઝારોલા સમાજની વાડી ખાતે પૂજ્યપાદને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવા માટેનો કાર્યક્રમ વૈષ્ણવો દ્વારા યોજવામાં આવ્યો હતો પુષ્પાંજલિ સભાની શરૂઆત મંગલાષ્ટક ના ગાન સાથે કરવામાં આવી હતી ત્યારબાદ યમુનાષ્ટક નું ગાન કર્યા બાદ ઉપસ્થિત વૈષ્ણવજન એ પૂજ્ય પાદ શ્રી ના ચિત્રજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી
આ પ્રસંગે હાલોલ મતવિસ્તારના ધારાસભ્ય જયદ્રસિંહજી પરમાર, જનતા બેંકના ચેરમેન રાજનભાઈ શાહ, વૈષ્ણવ સમાજના આગેવાન દિનેશભાઈ પટેલ, ઝારોલા સમાજના આગેવાનો જ્ઞાતિના આગેવાનો તથા દ્વારકાધીશ મંદિરના અને શ્રી છગન મગનલાલજી મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા પણ પૂજ્ય પાદશ્રી ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી પૂજ્ય પાદશ્રી ના લીલા ગમનથી વૈષ્ણવ સમાજને મોટી ખોટ પડી છે જે ખોટ પુરાય તેવી નથી તથા પુષ્ટિમાર્ગના રાહબળ પર એવા પૂજ્ય શ્રી ને યમુનાજી પોતાના ચરણોમાં પ્રેમ અને ભાવથી સ્વીકારે તેવી વૈષ્ણવ સમાજ હાલોલ દ્વારા પ્રભુ પ્રાર્થના કરવામાં આવી હતી