Panchmahal
હાલોલ-ની મુસ્કાન લુહારે યુરોપમાં ડંકો વગાડ્યો,ટીબ્લિશી ખાતે યુરોપિયન યુનિવર્સીટીમાં ટોપ ક્રમે એમબીબીએસની પદવી મેળવી.
મૂળ રાજસ્થાન ના અને દેશ આઝાદ થતા અત્રે હાલોલ આવી વસેલા જયપુરી લુહાર મુસ્લિમ સમાજના પરિવારે રાત દિવસ લોખંડ ટીપવાની કાળી મહેનત કરી ખેતી માટેના લોખંડના ઓજાર બનાવવાનું કારખાનું ઉભું કર્યું હતું.આજે આ કારખાનું ચલાવતા અને જાતે લોખંડ ટીપી ઓજારો ને આકાર આપવાનું કપરું કામ કરતા ઇનાયતભાઈ લુહાર પોતાના પરિવાર ની બે દીકરીઓ મુસ્કાન અને અલીશા અને એક દીકરો હિદાયત ને સંસ્કારો અને શિક્ષણ આપવા દિવસ-રાત વાર-તહેવાર જોયા વગર સખત પરિશ્રમ કરી ને આજે તેમની સૌથી મોટી દીકરી મુસ્કાને એમબીબીએસ નો અભ્યાસક્રમ પૂર્ણ કરાવ્યો છે.
વર્ષ 2017 માં મુસ્કાનને યુરોપ માં જ્યોર્જીયા ના ટીબ્લિશી ખાતે આવેલી યુરોપિયન યુનિવર્સીટી માં એડમિશન મળતા તેને મુંબઇ એરપોર્ટ ઉપર મુકવા ગયેલા ત્યારે અને આજે તેઓની સાથે વાત કરતા ઇનાયત ભાઈ ની આંખો માં ખુશી ના આંશુ છલકાઈ ગયા હતા. મુસ્કાન સાથે બીજી દીકરી અલીશા ને પણ તેઓ એ એમબીબીએસ ના અભ્યાસ માટે વિદેશ મોકલી છે. આજે બીજી દીકરીએ પણ ડૉક્ટરી ના અભ્યાસ ના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. રશિયા ના કિર્ગીસ્તાન ખાતે જલાલાબાદ યુનિવર્સીટી માં તે પણ એમબીબીએસ નો અભ્યાસ કરી રહી છે.જ્યારે સૌથી નાનો દીકરો હાલ ધોરણ 12 ની પરીક્ષા આપી રહ્યો છે.જયપુરી મુસ્લિમ લુહાર સમાજ અલ્પશિક્ષિત સમાજ છે, અને તેને કારણે જ આ સમાજ ની દીકરી ઓ ને ઉચ્ચ અભ્યાસ કરાવવા કોઈ તૈયાર નહિ હોતા છતાં ઇનાયત ભાઈએ સમાજ ના અનેક લોકો ના મ્હેંણા ટોણા સાંભળી ને પણ બંને દીકરીઓ ને વિદેશ ભણવા મોકલી છે. મુસ્કાને યુરોપ માં ડૉક્ટરી નો આભાસ પૂર્ણ કરી જયપુરી મુસ્લિમ લુહાર સમાજ માં ડૉક્ટરી સુધી નો અભ્યાસ કરનાર બીજી દીકરી હોવાનું બહુમાન પણ મેળવ્યું છે.