International
હમાસે યુદ્ધવિરામના છેલ્લા દિવસે ચાર થાઈ નાગરિકો સહિત 14 બંધકોને કર્યા મુક્ત
ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામના છેલ્લા દિવસે 10 ઇઝરાયેલી બંધકો અને 4 થાઇ નાગરિકો સહિત 14 લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ગાઝા માટે મદદ અને યુદ્ધવિરામ અંગે ચર્ચા કરવા ઈઝરાયેલ પહોંચ્યા હતા.
હમાસ ઈઝરાયેલના પ્રસ્તાવથી સંતુષ્ટ નથી
તે જ સમયે, હમાસ સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું કે પેલેસ્ટિનિયન હમાસ જૂથ ઇઝરાયેલના બીજા વિસ્તરણના પ્રસ્તાવથી સંતુષ્ટ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે “ચર્ચામાં યુદ્ધવિરામને લંબાવવાનો પ્રસ્તાવ સારો નથી. ચર્ચાનો ફોકસ યુદ્ધવિરામને બે દિવસ અથવા વધુ લંબાવવા પર હતો.