aanad

જેતપુરપાવીના હરખપુર પ્રા. શાળાના નવિન ઓરડાનું ખાત મુહૂર્ત ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાના હસ્તે કરાયું

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
અવધ એક્સપ્રેસ, તા.૨૨

જેતપુરપાવી તાલુકાના હરખપુર ગામે પ્રાથમિક શાળામાં નવિન ઓરડાના બાંધકામ નું ખાત મુહુર્ત-ભૂમિપૂજન ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાનાં હસ્તે કરવામાં આવ્યું હતુ. જેમાં તાલુકાના મંત્રીઓ, પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, આજુબાજુ ના સરપંચો, તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો તથા ગામના આગેવાનો, વાલીઓ, શિક્ષકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Advertisement

આ તબક્કે ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ શિક્ષણ નું મહત્વ સમજાવ્યું તથા સરસ્વતી ના પાવન મંદિર માં ખૂબ સારી સવલતો મળે તે માટે ના સરકાર ના પ્રયત્નો ની ચર્ચા કરી હતી. શિક્ષણ માટે હાલની સરકાર ખૂબ સંવેદનશીલ છે તથા શીક્ષણ થકી બાળકો દેશ વિદેશ ની શિક્ષણ પદ્ધતિ ઓથી ખૂબ આગળ વધશે એવી આશા વ્યક્ત કરી હતી.

આ તબક્કે ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા, સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન ગોવિંદભાઈ, સામાજિક આગેવાન ડુંગરસિંહ ભાઈ, શાળા ના આચાર્ય એ પણ કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર માન્યો હતો.

Advertisement

Trending

Exit mobile version