Gujarat
હાઇરે..મોઘવારી સામાન્ય માણસ ની કેડ ભાંગી
(સુરેન્દ્ર શાહ દ્વારા)
સામાન્ય અને મધ્યમ વર્ગના માણસોને મોંઘવારીનો માર સહન કરવાની શક્તિ પ્રભુ આપે તેવી પ્રાર્થના રાજનેતાઓ અને સમાજના અગ્રણીઓએ તથા ધન કુબેરો એ કરવી જોઈએ કારણ આ સરકાર દ્વારા એક પણ ક્ષેત્ર એવું છોડ્યું નથી જેમાં ભાવનો વધારો ના થયો હોય 2014 થી 2023 સુધીમાં દરેક ચીજોમાં અને ઘર વપરાશની વસ્તુઓમાં 70 થી 80% નો વધારો થયો છે તમે જુઓ તો પેટ્રોલ ડીઝલ અનાજ કરિયાણું દૂધ દહીં કઠોળ લાઈટ બિલ ગેસ ના બોટલો સૂકા મસાલા અને હવે પહેલી એપ્રિલથી આરોગ્યમાં વપરાતી દવાઓમાં ૧૦ થી ૧૨ ટકાનો વધારો આવશે આ સરકાર દ્વારા નાગરિકોને ચારે બાજુથી ઘેરી મોંઘવારીના મારમાં અસહાય બનાવી દેવામાં આવ્યા છે
મધ્યમ વર્ગનો માણસ પહેલા વીમા પોલિસી લઈને પણ પોતાના દર્દ માટે દવાઓ કરાવી આરોગ્ય પરત મેળવતા હતા પરંતુ વીમા કંપની દ્વારા પણ પ્રીમિયમમાં ધરખમ વધારો કરતા પ્રીમિયમ લેવામાં તકલીફ પડેછે આ ઉપરાંત વીમા કંપની દ્વારા ક્લેમ પાસ કરવામાં પણ ગોબાચારી કરતાં તથા ઘણો સમય લેતા ડોક્ટર દ્વારા પણ કેશલેસ ની સુવિધાઓ બંધ કરવામાં આવી છે સામાન્ય અને મધ્યમ વર્ગના માણસોની હાલત સેન્ડવીચ જેવી થઈ ગઈ છે તથા આ સરકારમાં બે બાળકો વાળા ઇન્કમટેક્સ ભરે અને આઠથી દસ બાળકો વાળા સુવિધાઓ ભોગવે આ સરકારને માત્ર સામાન્ય અને મધ્યમ વર્ગના માણસોની વોટબેંક તરીકે જ ઉપયોગ કરે છે