Connect with us

Sports

woman cricketer : T20માં સૌથી વધુ રન બનાવનારી મહિલા ક્રિકેટર બની હરમનપ્રીત કૌર

Published

on

harmanpreet-kaur-became-the-woman-cricketer-who-scored-the-most-runs-in-t20

woman cricketer ભારતીય મહિલા ક્રિકેટ ટીને બીજી ટી-20 મેચમાં શ્રીલંકાને પાંચ વિકેટથી હરાવીને ત્રણ મેચની સિરિજ જીતને 2-0થી જીત મેળવી છે. શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં સાત વિકેટ ખોઈ 125 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19.1 ઓવરમાં પાંચ વિકેટના નુકશાને શ્રીલંકા સામે જીત મેળવી લીધી હતી.

આ મેચ પછી (woman cricketer) હરમનપ્રીત કૌર મહિલા T20માં સૌથી વધુ રન બનાવનારી ભારતીય મહિલા બની ચૂકી છે. એમને મિતાલી રાજનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. હરમનપ્રીતે 123 મેચમાં 1 સદી અને 6 અર્ધસદી બનાવીને 2372 રનનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. મિતાલી રાજના નામે કુલ 89 મેચમાં 2364 રન બનાવવાનો રેકોર્ડ હતો.

Advertisement

શ્રીલંકા દ્વારા બનાવેલ સાધારણ ટાર્ગેટને પૂરો કરવા માટે બહરતીયટીમની શરૂઆત ઘણી સારી રહી હતી. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ 3.4 ઓવરમાં જ 30 રન બનાવીને સારી સાજેદારીની શરૂઆત કરી હતી. જો કે પછી શેફાલી લાંબુ ન રમી શકી અને 10 બોલમાં 27 રન બનાવીને ભારતે તેની પહેલી વિકેટ ગુમાવી હતી. એ પછી મેઘના આવી અને તે પણ 17 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. મંધાનાએ 34 બોલમાં કુલ 8 ચોકા માર્યા હતા અને એ પછી હરમનપ્રીતે 32 બોલમાં 31 રન બનાવીને ટીમને જીત આપવી હતી.

શ્રીલંકા તરફથી વીશમી ગુણારત્ને અને ચમારી અટાપટ્ટુએ પહેલી વિકેટ પહેલા જ 87 રનની પાર્ટનરશીપ બનાવીને ટીમ માટે મજબૂત શરૂઆત કરી હતી પણ બંનેના આઉટ થયા પછી ટીમ કમજોર પડી અને 20 ઓવરમાં 7 વિકેટ ખોઈને 145 રન બનાવી શકી હતી.

Advertisement

   વધુ વાંચો

જો મોંઘી ખરીદી કરી રહ્યા છો તો આ એગ્રીમેન્ટ આવશે તમારા કામમાં , જાણો અહીં વિગતો

Advertisement

આ વ્યક્તિને વિચિત્ર વસ્તુઓ ખાવાનો શોખ, બે વર્ષમાં ખાઈ લીધું આખું વિમાન!

<strong>સ્ત્રીઓ માટે સાબુદાણા ખીચડી બની સુપરફૂડ: જાણો  શું છે તેના ફાયદા </strong>

Advertisement
error: Content is protected !!