Gujarat

હવસખોર ઈસમે 14 વર્ષીય બાળકનુ અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ

Published

on

(અવધ એક્સપ્રેસ, સાવલી તા.૨૭)

સાવલી તાલુકાના એક ગામે 14 વર્ષીય સગીર સાથે અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના પ્રકરણમાં સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Advertisement

પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સાવલી તાલુકાના એક ગામમાં રહેતા ૧૪ વર્ષીય અનાથ સગીરને તારીખ ૨૫ /૧૧ ૨૦૨૪ ના રોજ ગામનો જ યુવક પોતાની મોટરસાયકલ પર અપહરણ કરીને લઈ ગયો હતો અને ચોર પુરા તરફ જતા રસ્તા પર ઉભો રાખીને સગીર સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આ બાબતની કોઈને જાણ કરી તો મારી નાખવાની ધમકી આપી હતી આ બાબતની સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તપાસ અધિકારી વિક્રમસિંહ ટાંકે આરોપી વિરુદ્ધ અપહરણ તેમજ પોકસો અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય ના ગુના ની કલમો હેઠળ તપાસ હાથ ધરી છે

Advertisement

Trending

Exit mobile version