Uncategorized

હાલોલમાં હજરત બાદશાહ બાબાના 88 માં ઉર્ષની તડામાર તૈયારીઓ

Published

on

(હાલોલ)

હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલા હઝરત બાદશાહ બાબાના 88 માં ઉર્ષ ની તડામાર તૈયારીઓ હાલોલ બાદશાહ બાબા ટ્રસ્ટ કમિટી દ્વારા કરવામાં આવી રહી છે જેને આખરી ઓપ આપી રહ્યા છે તારીખ 13 અને 14 ડિસેમ્બરના રોજ હાલોલના હઝરત બાદશાહ બાબાના ઉજવણી થનાર છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 13 ડિસેમ્બર શુક્રવારના રોજ હુસેની ચોક કસ્બા ખાતે મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થશે જે બપોરના 3 કલાકે શંદલ શરીફનું ભવ્ય ઝુલુસ નીકળશે જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી બાદશાહ બાબા દરગાહ ખાતે પહોંચશે અને ત્યારબાદ વડોદરાનાં ખાનકાહે એહલે સુન્નત નાં ગાદીપતી સૈયદ અમીરૂદ્દીન બાબા કાદરી અને સૈયદ કબીરુદ્દીન બાબા કાદરીના હાથોથી સંદલ શરીફની રસમ અદા કરવામાં આવશે અને ત્યારબાદ સલાતો સલામ અને નીયાજની વહેંચણી કરવામાં આવશે

Advertisement

જ્યારે ઉર્ષ નાં બીજા દિવસે 14 ડિસેમ્બર શનિવારના રોજ સવારે દસ વાગે દરગાહ ખાતે તકરીર નો ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં ખાનકાહે એહલે સુન્નતના ગાદીપતી સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી તકરીર ફરમાવશે અને સલાતો સલામ બાદ મુએ મુબારકની ઝિયારત કરવામાં આવશે અને નિયાઝ તકસિમ કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં અકીદત મંદો આ ઉર્ષનો લાભ લેવા ઉમટશે.જ્યારે તા.11 ડિસેમ્બર બુધવારના રોજ સવારે 9 કલાકે હજરત બાદશાહ બાબાના ઉર્ષ તેમજ સૈયદ મોયુનિદ્દીન બાબા કાદરીના ખિરાજે અકીદતમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે જેમાં મોટી બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે.

Advertisement

Trending

Exit mobile version