Panchmahal
હાલોલમાં હજરત ગેબનશાહ બાબાની ઉર્ષની ઉજવણી હર્ષઉલ્લાસ પૂર્વક કરાઇ.
(કાદિર દાઢી)
હાલોલ નગરની એમ.એસ.હાઇસ્કુલની સામે આવેલ હઝરત ગેબનશાહ બાબાના ઉર્ષની ઉજવણી પરંપરાગત અને ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવી હતી.જેમાં ઉર્સના દિવસે હજરત ગેબનશાહ બાબાની દરગાહ ખાતે જીક્ર શરિફ,મિલાદ શરિફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે દરગાહ ખાતે વડોદરાના ખાનકાહે એહલે સુન્નતના સજ્જાદા નશીન સૈયદ કબીરુદ્દીન બાબા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હાથોથી સંદલ શરિફ ચઢાવાયું હતું. ત્યારબાદ સલાતો સલામ અને દુઆ કરાઈ હતી અને હજરત ગેબનશાહ બાબા દરગાહ કમિટી દ્વારા ભવ્ય નીયાઝ નું પણ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં અકિદત મંદોએ નિયાઝનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.