Panchmahal
પત્ની ને કહ્યુ હું તને લેવા આવુછુ પણ રસ્તા માંજ યુવાન મોત ને ભેટયો
(સુરેન્દ્ર શાહ દ્વારા”)
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના અંબાપુરા ગામનો યુવાન વરસડા ખાતે તેની પત્ની અને પુત્રીને લેવા માટે જતો હતો તે વખતે જેપુરા ક્રોસિંગ પર ઘોઘંબા થી હાલોલ તરફ આવતી સુરત પાર્સિંગની વેગન આર કારે બાઈક સવાર કલ્પેશ કાંતિલાલ પરમાર ને જોરદાર ટક્કર મારતા બાઈક સવાર હવામાં ઉછળીને રોડ પર પટકાતા તેને ગંભીર ઈર્જાઓ થઈ હતી 108 દ્વારા મરણતોલ ઇરજાગ્રસ્ત કલ્પેશ ને હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવતા હતા તે વખતે રસ્તામાં જ તેને સારવાર મળે તે પહેલા તે મરણ ગયો હતો
ફરજ પરના ડોક્ટરે તપાસ કરી યુવક ને મૃત જાહેર કર્યો હતો મૃતક યુવાન રવાલિયા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્વીપર તરીકે ફરજ બજાવતો હતો તારીખ ત્રણ ના રોજ તેની ફરજ પૂરી થતાં તેના મિત્રને ફોન કરીને જણાવ્યું હતું કે હું વરસડા મારા પત્ની અને પુત્રીને લેવા માટે જવું છું અને આવતીકાલે સવારે તેઓને લઈને આવીશ પરંતુ કુદરતને આ મંજૂર નહીં હોય તે જીવતો આવે તે પહેલા તેનું મોત થયું અને બીજા દિવસે સવારે તેનો મૃતદેહ અંબાપુરા ગામે આવતા ગામમાં સન્નાટા સાથે શોક ની લાગણી છવાઈ ગઈ હતી