Dahod
નામ સાથે ચિઠ્ઠી માં અપશબ્દો લખી પોલીસ ચોકી નજીક ચોરી કરી પોલીસ ને પડકાર ફેંક્યો

(પંકજ પંડિત દ્વારા)
ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારની 100 મીટરના અંતરમાં હીરો મોટર સાયકલનો શો રૂમ આવેલ છે. તારીખ 18-05-2023 ના રોજના રૂટિન મુજબ રાત્રે 8 વાગ્યે હીરો મોટર સાયકલનો શો રૂમ બંધ કરવામાં આવ્યો હતો. બીજે દિવસે સવારે 19-05-2023 સવારે 9 વાગ્યે કામદાર વસૈયા રોહીત દ્વારા શો રૂમ ખોલવામાં આવ્યો હતો ત્યાં અંદર પ્રવેશ કરતા સોફા પર સામાન વેરવિખેર પડેલ હતું તેમજ ઓફિસનું તાળું તૂટેલ હતું અને ઓફિસની અંદર બધો સામાન વેરવિખેર જોવા મળેલ હતો ત્યાર બાદ કામદાર વસૈયા રોહીત દ્વારા શો રૂમના માલિક ઇમરાન ગુંડાલાને આ અંગે માહિતી આપી હતી.
ઇમરાન ગુડાલા દ્વારા તપાસ કરાતા ઓફિસની અંદર થી 60000 રોકડા તેમજ કેમેરાનુ ડીવીઆર ચોરી થયેલ હોવાની જાણ થયેલ હતી તેમજ સૌથી ચોંકાવનાર ઘટના મુજબ ચોર દ્વારા મૈ હુ ચોર નાથુભાઇ નિનામા , મો.ન 972646xxxx અને તેની સાથે અપશબ્દો લખી ચીઠ્ઠી મૂકી ગયેલ હતો ચોર શો રૂમની પાછળના ભાગમાંથી આવી ચોરી કરી નાશી ગયેલ હતો.
* ચોર દ્વારા ચોરી થયેલ જગ્યાએ ચીઠ્ઠી માં મૈ હુ ચોર નાથુભાઇ નિનામા લખી પોલીસને અપશબ્દો લખી પડકાર ફેંક્યો
* ઝાલોદ પોલીસ સ્ટેશનના 100 મીટરના અંતરમાં ચોરીની ઘટના સર્જાઈ