Gujarat
!!હરિ નું ચિંતન કરે એની બધી ચિંતા હરિ કરે છે!!પ્રફુલભાઇ શુક્લ

શારજાહ યુ એ ઈ મા રેણુકાબેન દિનેશભાઇ ચુડાસમા ના નિવાસે ચાલી રહેલી આંતર રાષ્ટ્રીય કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 838મી ભાગવત કથામાં આજે મનોરથી ભક્તો દ્વારા ગોવર્ધન પૂજા ઉત્સવ ઉજવાયો હતો સાધનાબેન રાજુભાઈ લાધાવાળા ના યજમાન પદે આચાર્ય હસુભાઈ જાની અને ભાવેશભાઈ જોશી દ્વારા વિધિ વિધાનપૂર્વક ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી ગોપાલ ગોંડલીયા અને વૈભવ જોશી એ ગોપીગીત અને મધુરાષ્ટકામ નો પાઠ કર્યો હતો.
મેઘના બેન કપિલભાઈ પંડીયા અને સખી મંડળ ની બેહનો એ છપ્પન ભોગ નું આયોજન કર્યું હતું દિનેશભાઇ ચુડાસમા, મનીષભાઈ સેલરકા અને સંતોક લીમ્બાચીયા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી વ્યાસપીઠ પર થી પ્રફુલભાઇ એ કહ્યું હતું કે કળિયુગમાં જે હરીનું ચિંતન કરે છે એની બધી ચિંતા હરિ કરે છે આવતી કાલે ગુરુવારે કથામાં રુક્ષમની વિવાહ નો મંગલ પ્રસંગ ધુમાધામ થી ઉજવવામાં આવશે આજે કથા મા મહુવા થી ભરતભાઈ રવિભાઈ દવે અને સાગરભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા.