Panchmahal
સંત નિરંકારી મિશનના વડા સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ ગુજરાતના પ્રવાસે

ગોધરા અને સૂરત ખાતે વિશાળ નિરંકારી સંત સમાગમનું આયોજન
માનવતાનો દિવ્ય સંદેશ લઇ સંત નિરંકારી મિશનના વડા સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.તેમની પાવન છત્રછાયામાં તા.૨૩-૦૧-૨૦૨૩ના રોજ ૧૧.૦૦ થી ૨.૦૦ દરમ્યાન લુણાવાડા રોડ,પંચમહાલ ડેરીની નજીક,ગોધરા તથા તા.૨૪-૦૧-૨૦૨૩ના રોજ ૧૧.૦૦ થી ૨.૦૦ દરમ્યાન સૂરત ખાતે વિશાળ સંત સમાગમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમાં સહભાગી થઇ સંતવાણી તથા ગુરૂવચનામૃતનો લાભ લેવા તમામ ધર્મપ્રેમીઓને જાહેર આમંત્રણ આપવામાં આવે છે.
*સંત નિરંકારી મિશન એક આધ્યાત્મિક વિચારધારા છે.એક પ્રભુ ૫રમાત્માની ભક્તિ કરતાં કરતાં સદાચારી લૌકીક જીવન જીવવાની પધ્ધતિ છે.આ મિશન વિશ્વભરમાં સત્ય,અહિંસા,આધ્યાત્મિક જાગરૂકતા અને પરમ પિતા પરમાત્માની જાણકારીના દ્વારા વિશ્વબંધુત્વની સ્થાપનાનો પ્રચાર કરી રહ્યું છે.અલગ-અલગ જાતિઓ,સંપ્રદાયો તથા ધર્મોથી સબંધિત લોકો અહીં એક પરીવારની જેમ રહે છે,તે આધ્યાત્મિક સિધ્ધોતોની એ મૌલિકતાને માને છે કેઃઆ દ્રશ્યમાન જગતને બનાવનાર,ચલાવનાર અને વિનાશ કરનાર બ્રહ્મ નિરાકાર છે.એક પ્રભુ પરમાત્મા