Connect with us

Health

Health Tips: આ નાના નાના દાણા અનેક મોટી બીમારીઓને રાખે છે તમારાથી દૂર

Published

on

Health Tips: These small grains keep many major diseases away from you

ઘણી વખત નાની વસ્તુઓ લાભકારક નીવડે છે. અને આવું જ કઈક 6 દાણા (બી)માં છે. નાના દેખાતા આ સીડ્સ(બી) સ્વાસ્થ્ય માટે ઘણાં જ ફાયદાકારક છે. જો આ સીડ્સને કાચા ખાવામાં આવે તો શરીરને ખૂબ જ ઓછા સમયમાં વધુ લાભ પહોંચે છે. અલગ અલગ પ્રકારના આ સીડ્સના ગુણધર્મ પણ અલગ છે. તેને ડાયટમાં સરળતાથી સામેલ કરી શકાય છે. જો તમે સૂપ, સ્મૂધી, સલાડમાં આ સીડ્સને નાખીને ખાશો અથવા તો પાણીમાં નાખીને પીશો તો પણ તેના ગુણ એટલા જ મળવાના છે. આવો જાણીએ આ સુપર હેલ્ધી સીડ્સ ક્યા છે.

ચિયા સીડ્સ-
ચિયા સીડ્સ જેને ગુજરાતીમાં તકમરિયા કહેવામાં આવે છે આ ચિયા સિડ્સ ઠંડક આપનાર અને પચવામાં સરળ હોય છે. તેમાં આયરન, ગુડ, ફેટ અને ઓમેગા-3 હોય છે. જે લોકો વજન ઉતારવા માટે ડાયેટિંગ કરી રહ્યા છે તેમના માટે ચિયા સીડ્સ ઉત્તમ છે. ન્યૂટ્રિશનિસ્ટથી લઈ અનેક સેલિબ્રિટી ડાયટમાં ચિયા સીડ્સને શામેલ કરવાની સલાહ આપે છે. ચિયા સિડ્સ કાર્બોહાઈડ્રેડ યુક્ત અનાજ છે. તેને પાણી અથવા કોઈ લિક્વીટમાં પલાળી રાખવાથી તે ફૂલાઈ જાય છે. તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયબર હોય છે. જે બોડી ફંક્શન કરવા માટે જરૂરી છે. ચિયા સિડ્સને રોજ સવારે પણ સલાડમાં નાખી અથવા શરબતમાં નાખી લઈ શકાય છે.

Advertisement

ફ્લેક્સ સીડ્સ-
બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાથી લઈ ડાયઝેશન સુધારવા સુધીનું તમામ કામ ફ્લેક્સ સીડ્સ સરળતાથી કરે છે. ફ્લેક્સ સીડ્સને આપણે અળસી તરીકે પણ ઓળખીએ છે. તેમાં ડાયટરી ફાયબરની ખૂબ મોટી માત્રા હોય છે અને તેના ખાધા બાદ ભૂખ લાગત નથી અને વજન પણ સરળતાથી ઉતરે છે. ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસીના બી ખાસ કરીને તે મહિલાઓ માટે ખાસ ફાયદાકારક છે જે અનિયમિત માસિક અને ફર્ટિલિટીની સમસ્યાથી પરેશાન છે. તેમાં જરૂરી ફેટી એસિડ અને એન્ટી ઈન્ફ્લામેટ્રી ગુણ હોય છે જે શરીરને અનેક બીમારીઓથી બચાવે છે.

Health Tips: These small grains keep many major diseases away from you

 હેમ્સ સીડ્સ-
હેમ્પ સીડ્સને ભાંગના બી પણ કહેવામાં આવે છે. અનેક બીમારીઓમાં તેને નેચરલ એન્ટીડોટ માનવામાં આવે છે. શરીરની અંદરના ઘાને ઝડથી મટાડવાનો તેનો ઉત્તમ ગુણ છે. જે લોકોની ઈમ્યુનિટી ઘણી જ નબળી છે તે લોકોએ રોજ હેમ્પ સીડ્સ ખાવા જોઈએ. આ નાના દેખાતા હેમ્પમાં પ્રોટીન, ઓઈલ અને 20થી વધુ એમીનો એસિડ જોવા મળે છે. તેમાં મળનારી જરૂરી ફેટી એસિડ હદયની બીમારીઓથી દૂર રાખે છે અને શરીરના ઝેરીલા પદાર્થોને બહાર નીકાળવાનું કામ કરે છે.

Advertisement

 પમ્પકિન સીડ્સ-
પમ્પકિન સીડ્સ એટલે કે કોળાના બીમાં મેગ્નેશિયમ કોપર, પ્રોટીન અને જીંક સહિત અનેક પ્રકારના પોષક તત્વો સામેલ છે. આમાં મળનારા મિનરલ્સ હાડકાઓને મજબૂત બનાચવે છે. અનો એસ્ટિયોપોરિસસના જોખમથી બચાવે છે. આ સીડ્સ બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે દિવસમાં 3થી 4 ચમચી પમ્પકીન સીડ્સ ખાવાતી પેટ ભરેલું રહે છે અને વજન વધવાનું બંધ થાય છે. આ સીડ્સ પાચન તંત્રને પણ સુધારે છે.

 સેસમી સીડ્સ-
સેસમી સીડ્સ એટલે કે તલના બીજના ફાયદા તો મોટા ભાગને તમામને ખબર છે. કારણ કે ભારતીય ખાદ્ય સામગ્રીમાં પણ તલનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ અથવા કાલા તલ પોટેશિયમ, હોર્મોન્સને નિયંત્રણ રાખનારા મેગ્નીશિયમઅને ઝીંકતી ભરપૂર હોય છે. તેમાં કેલેરી ખૂબ જ ઓછી માત્રામાં હોય છે એટલે વજન ઉતારવામાં પણ તે ફાયદાકારક માનવામાં આવે છે. તલની તાસિર ગરમ હોય છે તેથી શિયાળામાં જ નહીં પણ આયુર્વેદમાં તલ અને તેના તેલનો વધુ ઉપયોગ કરવામાં આવે છે.

Advertisement

 સનફ્લાવર સીડ્સ-
સનફ્લાવર સીડ્સમાં 100 અલગ અલગ પ્રકારના એન્ઝાઈમ હોય છે તે હોર્મોનલ સંતુલનને નિયંત્રિત કરે છે. જેમાં હાજર એન્ઝાઈમ બોડીમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનને સંતુલિત બનાવી રાખી છે. જેમાં માસિક દરમિયાનની મુશ્કેલી અને થાઈરોડથી આરામ મળે છે. સનફ્લાવર સીડ્સ પ્રેગ્નેન્સી દરમિયાન લાગતા થાકને પણ દૂર કરે છે.

 

Advertisement
error: Content is protected !!