Panchmahal

કોરોના માં વપરાયેલ મેડિકલ વેસ્ટ ના ઢગલા સળગાવી હાલોલ નગરજનો ના આરોગ્ય સાથે ચેંડા

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા)
પંચમહાલ જિલ્લા ના હાલોલ સ્મશાન અને ફાયર બ્રિગેડની બિલ્ડીંગ ની વચ્ચેથી પસાર થતાં કાંકરિયા નાળામાં કોક વ્યક્તિ દ્વારા મેડિકલ વેસ્ટના ઢગલાઓ અને ભંગારના ટોપલાઓ નાખી ગયા હતા આ કોણ નાખી ગયું અને મેડિકલ વેસ્ટ ના આ ઢગલા ને કોણે આગ લગાડી તે તપાસનો વિષય છે જોકે આ સળગાવ્યા બાદ એક જાગૃત નાગરિક દ્વારા હાલોલ પોલીસને જાણ કરતા પોલીસના માણસો ઘટના સ્થળે તાત્કાલિક આવી ગયા હતા. બાદમાં આગને કાબુમાં લેવા માટે નજીકમાં જ અગ્નિશામક દલ ના માણસો હતા તેઓને જાણ કરતા તેઓએ પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ વીડિયોમાં થતી વાતચીત થી જાણવા મળે છે કે સદર મેડિકલ વેસ્ટ મા કોરોનામાં વપરાતા પ્લાસ્ટિકના આખા સૂટ તથા અન્ય મેડિકલ વેસ્ટના ઢગલાઓ હતા અને ચારે બાજુ ટોપલાઓ પણ હતા જે ટોપલાઓમાં પણ મેડિકલ વેસ્ટ ભરેલો હતો હાલોલ વડોદરા ના રાજમાર્ગ પર રાજમાર્ગને અડીને આવેલા આ કાકરીયા નાળામા ભયંકર ઘાતક મેડિકલ વેસ્ટ પડ્યો હતો જે આરોગ્ય માટે ઘાતક અને જોખમકારક ગણાય આ રોડ પરથી પ્રતિદિન હજારો વાહનો અને હજારો વાહન ચાલકો પસાર થાય છે

કારણ બાસ્કા થી માંડીને રામેશરા સુધી આવેલા ઉદ્યોગોમાં કામે આવતા કામદારો સ્ટાફ અધિકારીઓ અને માલિકો વગેરે આ રોડ પરથી પસાર થાય છે તથા સ્મશાનમાં અંતિમ વિધિ માટે આવેલા ડાઘુઓ અને સ્મશાનમાં આવેલા ભોલેનાથના દર્શન માટે આવતા સેંકડો ભોલેનાથના ભક્તો માટે આ મેડિકલ વેસ્ટ ઘાતક નીવડી શકે પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે કે આ મેડિકલ વેસ્ટ આ સ્થળે નાખવા પાછળનું કારણ શું પોતાના આ વિચારી પગલાં ને છુપાવવા માટે અને પુરાવાના નાશ માટે મેડિકલ વેસ્ટ નાખનાર વ્યક્તિઓ દ્વારા આ મેડિકલ વેસ્ટ ને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ એ વખતે પવનનું જોર વધારે હતું અને આગે વરવું સ્વરૂપ ધારણ કર્યું આગ ધુમાડા સાથે અને પવનને લઈને ભયંકર દુર્ગંધ હવા ના વાતાવરણમાં ભળતા નજીકમાં રહેતા બંગલાના માલિકે પોલીસને જાણ કરતા પોલીસ આવી હતી અને તેઓ દ્વારા અગ્નિશામક દળના માણસોને જણાવતા અગ્નિસામક દળના માણસો સક્રિય થયા અને પાણીનો મારો ચલાવ્યો હતો હવે સવાલ એ ઉભો થાય છે આ મેડિકલ વેસ્ટ કોણ નાખી ગયું તે તપાસનો વિષય છે

Advertisement

આ અંગે નજીકમાં રહેતા એક જાગૃત નાગરીકે હાલોલના પ્રાંત અધિકારીને ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ અંગે તપાસ થાય તો તે લોકોના આરોગ્ય અને લોકોના હિત માટે લાભદાય હશે પરિણામે પ્રાંત અધિકારી દ્વારા હૈયાધારણા આપવામાં આવી હતી કે મેડિકલ વેસ્ટનો ઢગલો કોણે કર્યો કોણ નાખી ગયુ અને કોને આગ લગાડી તેની તપાસ થશે આ મેડિકલ વેસ્ટનો ઢગલો ઘણો મોટો હતો અને એક જ રાતમાં તે જગ્યાએ નાખી શકાય તેવી પરિસ્થિતિ નથી

  • કાકરિયા નાળા માં કોરોના માં વપરાયેલા મેડિકલ વેસ્ટ અને કીટ જાહેરમાં સળગાવ્યા
  •  જાગૃત નાગરિક ની સજાગતાથી પોલીસ અને ફાયરફાઇટર સક્રિય થયું
  •  હાલમાં કોરોના ના કેસો માં ચિંતા જનક વધારો થયો છે ત્યારે મેડિકલ માફીયા દ્વારા કરવામાં આવેલ કૃત્ય શરમ જનક કહેવાય
  •  આ મેડિકલ વેસ્ટ કોણે નાખ્યો,કોણે આગ લગાડી આ કરવા પાછળ નો કોણ ગોડફાધર
  •  આ મુદ્દા ની તપાસ પ્રમાણિકતા પૂર્વક થાય તે લોકહિત માં ગણાસે

Trending

Exit mobile version