Gujarat

હીટ ઓફ રન :સુરતમાં કાર ચાલકે મહિલા સહિત 4 લોકોને અડફેટે લીધા

Published

on

(સુનિલ ગાંજાવાલા સુરત દ્વારા)

સુરતમાં અકસ્માતની ઘટના સામે આવી છે, કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા મહિલા સહીત 4 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, તો બીજી તરફ પોલીસે ઘટના સ્થળે આવીને કાર ચાલકની અટકાયત કરી લીધી હતી. બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.મળતી માહિતી મુજબ સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં આદર્શ પછાત નગર સોસાયટી આવેલી છે.આ સોસાયટીમાં આજે અકસ્માતની ઘટના બની હતી. અહી એક ઇલેક્ટ્રિક કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા મહિલા સહીત 4 જેટલા લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી અને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું.

Advertisement

આ ઘટનામાં રાજુભાઈ રાઠોડ, સવિતાબેન દેવીપુજક, પ્રવિણભાઇ દેવીપુજક અને શશીભાઈને ઈજા પહોચી હોવાનું જાણવા મળ્યું હતું. 4 પૈકી બેને સામાન્ય ઈજાઓ થઇ હતી. આ ઘટના બાદ સ્થાનિકોએ કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે કાર ચાલકની અટકાયત કરી હતી. અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કાર ચાલક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવે છે અને બાદમાં ત્યાં અકસ્માત સર્જાય છે તો બીજી તરફ આ ઘટનાને લઈને ત્યાં રહેતા સ્થાનિકો પણ એકઠા થઇ જાય છે.વધુમાં કાર ચાલકનું નામ સુરેશ આઠવલે અને તે રીટાયર્ડ આર્કિટેકને ત્યાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. આજે તેને લોટ દળવવવા માટે મોકલ્યો હતો, પરંતુ તે મોપેડને બદલે ઇલેક્ટ્રિક કાર લઈને નીકળી પડ્યો હતો. લાંબા સમય સુધી તે પરત નહી આવતા કાર માલિક પણ પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં તેઓને આ અકસ્માત અંગે જાણ થઇ હતી. વધુમાં કાર ચાલક નશામાં હોવાનો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો હતો. જો કે હાલ પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version