Ahmedabad

અમદાવાદના ધોળકામાં ડમ્પર અને બોલેરો વચ્ચે જોરદાર અકસ્માત, 5 લોકોના મોત

Published

on

અમદાવાદના ધોળકાના પુલેન ચોકડી પાસે આજે વહેલી સવારે બોલેરો ડમ્પર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 2 ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે ઘટનાની માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

Heavy accident between dumper and bolero in Dholka, Ahmedabad, 5 people died

આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની યાદી પર નજર કરીએ તો તેમાં નીતિશ નાનસિંગ ભીલવાડ, દિલીપ નાનસિંગ ભીલવાડ, રાહુલ ખુમસિંગ ભીલવાડ, પ્રમોદ ભરતભાઈ ભીલવાડ અને રાજુ માનસિંગ ખંડારાનો સમાવેશ થાય છે. તેમજ મનીષા નિતેશભાઈ ભીલવાડ અને રામચંદ્ર નિતેશભાઈ ભીલવાડને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ લોકો મજૂરી અર્થે દાહોદથી રાણપુર જઈ રહ્યા હતા. તે જ સમયે તેમની સાથે આ ઘટના બની હતી, જ્યારે પાંચ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ધોળકા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

Advertisement

Trending

Exit mobile version