National
કલાબુર્ગીમાં ટ્રક અને મોટરસાઈકલ વચ્ચે જોરદાર ટક્કર, બે બાળકો સહિત પાંચ લોકોના મોત

કર્ણાટકના કાલબુર્ગીમાં ગુરુવારે એક ટ્રક અને મોટરસાઈકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. આ ઘટના કલાબુર્ગીના બલ્લુરાગી ગામ પાસે બની હતી. જીવ ગુમાવનારા પાંચ લોકોમાં બે બાળકોનો સમાવેશ થાય છે.
અફઝલપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો
કાલબુર્ગી એસપી એ શ્રીનિવાસુલુના જણાવ્યા અનુસાર, “કલબુર્ગી જિલ્લાના બલ્લુરાગી ગામ પાસે તેમની મોટરસાઇકલ ટ્રક સાથે અથડાતા તમામ પાંચ લોકોના મોત થયા હતા.”
શ્રીનિવાસુલુએ વધુમાં કહ્યું કે, “કલબુર્ગી જિલ્લાના અફઝલપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.” આ મામલે વધુ તપાસ ચાલુ છે.