Panchmahal
હાલોલ વડોદરા હાઇવે રોડ પર ટ્રક માં લાગી ભીષણ આગ

પંચમહાલ જિલ્લા ના હાલોલ વડોદરા હાઇવે રોડ પર આવેલ નર્મદાની મુખ્ય કેનાલ નજીક આજે બપોર નાં સુમારે એક ટ્રક માં ભીષણ આગ લાગી હતી. ટ્રક માં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.જ્યારે ટ્રક માં કોઈક કારણસર આગ લાગતા ટ્રકનો આગળનો ભાગ બળીને ભસ્મીભૂત થવા પામ્યો હતો.
જ્યારે આગ લાગતા હાલોલ ફાયર ફાઇટર ટીમને જાણ કરતાં ફાયર ફાઇટર ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ આ ટ્રક બૉમ્બે થી ગોધરા તરફ જઇ રહ્યો હતો અને ટ્રકમાં તુવેર અને ચના ની દાળનો જથ્થો ભરેલો હતો.જ્યારે ભારે જેહમત બાદ ફાયર ની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો અને સદ નસીબે ટ્રકમાં સવાર ચાલક અને ક્લીનર નો આબાદ બચાવ થયો હતો અને ફાયર ની ટીમે આગ પર કાબૂ મેળવતા ટ્રકનો પાછળ નો ભાગ બચી જવા પામ્યો હતો.