Panchmahal
જાંબુડી જમીન પ્રકરણ માં પૂર્વ પાલિકા પ્રમુખ સુભાષ પરમાર ઉપર કાયદાનો પ્રચંડ પ્રહાર
(સુરેન્દ્ર શાહ દ્વારા)
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા માં ઉતર્યો અમલદાર કોડીનો આ કહેવત હાલોલના પૂર્વ પાલિકાના પ્રમુખને બંધબેસતી હોય તેવો બનાવ બનવા પામ્યો છે હાલોલ પાલિકાના માજી પ્રમુખ સુભાષ પરમાર દ્વારા જાંબુડીના સર્વે નંબર9 જે 73/AA સત્તા પ્રકારની હોય તે જમીનનું વેચાણ કે ભાડે આપી ન શકાય પરંતુ પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા તથા તેમના પુત્ર ચિરાગ પરમાર દ્વારા નાયક મૃતક જામલી બેન વેસ્તાભાઈ ના નામે આ જમીન હતી આ જમીન પર પાલીકાનાં પૂર્વ પ્રમુખ સુભાષ પરમાર દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી પાલિકાના કર્મચારીઓ સાથે મિલી ભગતથી તેમના પુત્ર ચિરાગ ના નામે ઇમ્પેક્ટ ફી ભરી તેઓના નામે કરી દેવામાં આવી હતી આ અંગેની જાણકારી પાલિકાના સીઓને થતા તેઓ દ્વારા છાપો મારતા સદર જગ્યામાં ભાડે આપવા માટે કોમર્શિયલ બાંધકામ કરેલું હતું જેમાં સર્વિસ સ્ટેશન, ફરાસખાનું, લોન્ડ્રી, મૂર્તિ બનાવવાનું કારખાનું, પેવર બ્લોક બનાવવાનું કારખાનું, કેટરિંગ વપરાશ માટે આપી પ્રતિમાશ લાખો રૂપિયાની ગેરકાયદેસર આવક ઊભી કરી પોતાના ઘરના સભ્યોના નામે દુકાનોના ભાડા ઉઘરાવતા હતા આ અંગેની વિડીયોગ્રાફી સાથે છાપો માર્યા બાદ હાલોલ ના દબંગ સીઓ દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપનીને તમામ વિજકનેક્શન કાપી મીટર કાઢી નાખવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત સદર જમીનમાં ગેરકાયદેસર રીતે બે બોર બનાવી પાણીનું ધંધાદારી રીતે વેચાણ કરતા હતા તથા તેનું વીજબીલ પણ નગરપાલિકા હાલોલ દ્વારા ભરપાઈ કરતા હતું આ ઉપરાંત આ જમીન બાબતે હાલોલના પ્રાંત કચેરી ખાતે સુભાષ પરમાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી થયેલ હોવાનું જાણવા મળે છે સદર જમીન બાબતે હાલોલ સીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે નોંધ મોકલવામાં આવી છે કે આ જમીન શ્રી સરકાર હસ્તક કરી આગળની કાર્યવાહી કરવા માટેની અરજ કરી છે મતલબ સુભાષ પરમાર દ્વારા અત્યાર સુધીમાં પાલિકા પ્રમુખના સત્તા ના દિવસોમાં 73/AA જમીન પર ખોટી રીતે પોતાનો હક જમાવી પચાવી પાડ્યાનું સપાટી પર આવતા હાલોલ નગરમાં ચર્ચા નો વિષય બનવા પામ્યો છે અને આ કૌભાંડ બહાર લાવવાનો તમામ શ્રેય હાલના સીઓ ને જાય છે જોકે જાંબુડી સર્વે નં.9 ની જમીન પર રામેશરા શાખાની બેન્ક ઓફ બરોડા શાખાનો બોજો 14 લાખ બોલે છે.