Uncategorized

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની હીર ચૌધરીએ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસ ઉજવણી કાર્યક્રમમાં ભાગ લીધો

Published

on

(ડેસર)

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના એન.એસ.એસ. વિભાગની એન.એસ.એસ. સ્વયંસેવક હીર ચૌધરીએ ગુજરાત રાજ્યના રજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કાર્યક્રમમાં તાપી(વ્યારા) ખાતે ગુજરાત રાજ્યની એન.એસ.એસ. પ્લાટુનની ટીમમાં પસંદગી પામી હતી અને ૨૬ જાન્યુઆરીના દિવસે રજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસે પરેડમાં ભાગ લઈ સમગ્ર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યુ હતુ. આ કાર્યક્રમમાં તેને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આ પહેલા હીર ચૌધરી વેસ્ટઝોન પ્રી આરડી કેમ્પ મહારાષ્ટના જલગાંવ ખાતે યોજાયી હતી. ત્યાં પણ હીર ચૌધરીએ ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આ માટે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ.મનિષ રાવલ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના એન.એસ.એસ. પ્રોગ્રામ કોઓર્ડીનેટર પ્રો. (ડૉ.) રણછોડ રથવી અને સમગ્ર યુનિવર્સિટી પરિવારે અભિનંદન આપ્યા હતા.

Advertisement

હીર ચૌધરીને સંપૂર્ણ માર્ગદર્શન યુનિવર્સિટીના એન.એસ.એસ. પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પ્રો.(ડૉ.) રણછોડ રથવી અને આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સંગીતા વાળા અને આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. હરીશ વનારે આપ્યુ હતુ.

Advertisement

Trending

Exit mobile version