Entertainment
આ રહી ડિઝની + હોટસ્ટાર પર ‘હોમ અલોન’ સાથેની શ્રેષ્ઠ હોલીવુડ કોમેડી મૂવીઝ, જોઈને તમે થઈ જશો લોટપોટ

ઓટીટી પ્લેટફોર્મ પર આવા સંખ્યાબંધ દર્શકો છે, જેમને હોલીવુડની કોમેડી ફિલ્મો ખૂબ ગમે છે. જો તમે પણ હોલીવુડ કોમેડી મૂવીઝના શોખીન છો? તો વિલંબ કર્યા વિના Disney + Hotstar પર ‘Home Alone’ થી ‘The Parent Trap’ સુધીની આ મૂવીઝ જોવાનું ચૂકશો નહીં.
‘Home Alone’
16 નવેમ્બર 1990ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મે દર્શકોને મંત્રમુગ્ધ કરવામાં કોઈ કસર છોડી ન હતી. આ ફિલ્મમાં આઠ વર્ષના બાળકની વાર્તા બતાવવામાં આવી છે. IMDb એ ‘Home Alone’ ને 7.6 રેટિંગ આપ્યું છે.
‘કૂલ રનિંગ’
આ સ્પોર્ટ્સ કોમેડી ફિલ્મમાં એવા ખેલાડીઓની વાર્તા બતાવવામાં આવી છે, જેમને રમતનો કોઈ ખાસ અનુભવ નથી. IMDb એ સ્પોર્ટ્સ કોમેડી ફિલ્મને 7 રેટિંગ આપ્યું છે. આ ફિલ્મે દર્શકોને સારી રીતે ગલીપચી કરી હતી.
‘મિસિસ ડાઉટફાયર’
Disney+Hotstar પર ઉપલબ્ધ કોમેડી ફિલ્મોની યાદીમાં આ ફિલ્મને ખૂબ જ જબરદસ્ત ફિલ્મ ગણવામાં આવે છે. આ ફિલ્મમાં એક પિતાની વાર્તા દર્શાવવામાં આવી છે જે પોતાના બાળક માટે પોતાનો ગેટઅપ બદલી નાખે છે. તમને જણાવી દઈએ કે કમલ હાસનની ‘ચાચી 440’ આ હોલીવુડ ફિલ્મથી પ્રેરિત હતી.
‘સિસ્ટર એક્ટ’
હોલીવુડની કોમેડી મૂવીઝ પસંદ કરનારાઓ માટે ખૂબ જ સારો વિકલ્પ છે. આ મ્યુઝિકલ કોમેડીમાં એક ગાયકની ખૂબ જ રસપ્રદ વાર્તા બતાવવામાં આવી છે, જેને એક ઘટના બાદ કોન્વેન્ટમાં છુપાઈ જવાની ફરજ પડે છે.
‘ધ પેરેન્ટ ટ્રેપ’
હોલિવૂડ કોમેડી મૂવીઝના શોખીન દર્શકો આ ફિલ્મોની સાથે આ ફિલ્મ જોઈને મનોરંજન મેળવી શકે છે. આ ફિલ્મ દર્શકો માટે Disney + Hotstar પર પણ ઉપલબ્ધ છે.