Food

 આ છે બોરીવલી પૂર્વમાં સ્ટેશન પાસે મળતી આ ફૂડ આઇટમ્સ જેને અચૂક ટેસ્ટ કરજો!

Published

on

બોરીવલી પૂર્વમાં સ્ટેશનની નજીકનો વિસ્તાર ખાણીપીણીની દૃષ્ટિએ ઘણો સમૃદ્ધ છે. પાણીપુરીથી છોલેપુરી અને સેન્ડવીચથી લઈને સૂપ અને જ્યુસ સુધી તમામ વિવિધ જાત-જાતની વાનગીઓ તમને અહીં મળી રહેશે, પરંતુ આજે અમે તમને ત્રણ એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં તમારે અચૂક એક વખત તો જવું જ જોઈએ.

૧. સુરભી

Advertisement

ચલતી કા નામ ગાડીની જેમ મુંબઈમાં ભૂખનું બીજું નામ જ વડાપાવ છે એમ કહેવામાં જરાય અતિષિયોક્તિ નથી. જેમાં બોરીવલી સ્ટેશનની બહાર આવતા જ મેઇન રોડ શરૂ થશે ત્યાં પહેલું મોટું બોર્ડ તમને સુરભીનું દેખાશે. મુંબઈની સ્ટ્રીટ પર મળતી દરેક આઈટમ તમને આ એક જ જગ્યાએ મળી રહેશે, પરંતુ જો વિશેષતા પૂછો તો બટર/ચીઝ ગ્રીલ વડાપાવ. રેગ્યુલર પાવની જગ્યાએ બનમાં સ્પેશિયલ ચટણી સાથે મસાલેદાર વડાં અને બટરમાં ગ્રીલ થયા બાદ તેનો સ્વાદ ખરેખર બમણો લાગશે. ઉપરાંત માયો અને સેઝવાન વડાપાવનો વિકલ્પ પણ મળી રહેશે. મીઠું મોઢું કરવું હોય તો લસ્સી પણ જાણીતી છે.

૨. મમતા સ્વીટ ઍન્ડ ફરસાણ માર્ટ 

Advertisement

ગમે તે સમય તાજા ગરમાગરમ સમોસાં જોઈતા હોય તો સમજો આ જગ્યા તમારા માટે જ છે. મેઇન રોડ પર હાઇવે તરફ આગળ જશો અને કાર્ટર રોડ નંબર ૮ પર ડાબે વળી જરાક અન્ડર જશો એટલે આ દુકાન તમને દેખાઈ આવશે. અને તમને ઓછા તીખા પણ મસાલેદાર સ્વાદિષ્ટ સમોસાં સવારથી રાત સુધી ગમે ત્યારે મળશે. ખાસ તો સમોસાં સાથે મીઠી લીલી ચટણી અને તળેલા મરચાંથી સ્વાદમાં પણ ચાર ચાંદ લાગે.

૩. મદ્રાસ ફાસ્ટ ફૂડ

Advertisement

સમૃદ્ધ ખાણીપીણી છતાં સ્ટેશન નજીક સરસ ઢોસા મળે એવી કોઈ જ જગ્યા અમારા ધ્યાનમાં તો ન આવી. એટલે ઢોસાના ક્રેવિંગને વાચા આપતા મેઇન કાર્ટર રોડ પર હરી ઓમ મોબાઈલ સ્ટોરથી ૭-૮ ડગલાં આગળ વધ્યા ત્યાં દેખાયું મદ્રાસ ફાસ્ટ ફૂડ. ત્યાં એકદમ જ સસ્તા છતાં ટેસ્ટમાં બેસ્ટ ઢોસા અને તમામ સાઉથ ઇન્ડિયન વાનગીઓ અહીં મળે છે. વિશેષતા હોય તો અહીંની કોપરાની ચટણી ખૂબ સામાન્ય અને તોય ખાતા ન ધરાવ એવો સ્વાદ. ખાસ તો અહીંનો મૈસુર મસાલા ઢોસાનો મસાલો બહુ ટેસ્ટી છે.

 

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version