Gujarat

હાઈ…મોંઘવારી દવા..ટોલટેક્ષ અને દુધ ના ભાવ વધ્યા

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા)
ગુજરાતની ડબલ ડેકરની સરકાર ની અણ આવડતને લઈને જીવન જરૂરી ચીજ વસ્તુઓ પર તારીખ 1 એપ્રિલ થી એક સાથે ત્રણ જીવન જરૂરી વસ્તુઓ પર ભાવ વધારો જીકવામાં આવતા સામાન્ય માણસ જીવન કેવી રીતે જીવવું એના ઊંડાણપૂર્વકના વિચારમાં ડૂબી ગયો છે દૂધના ભાવમાં એક લીટરે રૂપિયા બે નો ભાવ વધારો કરવામાં આવ્યો તારીખ 6 ફેબ્રુઆરીના રોજ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. માત્ર બે મહિનાના ગાળામાં ફરી એક વખત રૂપિયા બેનો વધારો કરવામાં આવ્યો દૂધ માંથી બનતી અન્ય વસ્તુઓ પર આ ભાવ વધારાની અસર પડવાની જેમ કે દહીં, છાશ, માખણ, માવો, પનીર શ્રીખંડ બાસુદી તથા માવા માંથી બનતી મીઠાઈઓ હવે મોંઘી થશે અને તેનું સીધો માર મધ્યમ વર્ગની પ્રજા પર હથોડાના ઘાં જેવો થશે આ ઉપરાંત આરોગ્ય માટે અતિ ઉપયોગી દવાઓના ભાવમાં પણ ૧૦ થી ૧૨ ટકાનો વધારો એક એપ્રિલથી લાગુ થયો છે એટલે હવે બીમારીમાં પણ મોંઘવારીનો માર પડશે તથા એક એપ્રિલથી જ ગુજરાતના 49 ટોલ ટેક્સમાં સિંગલ ટ્રીપ માં 10 નો વધારો કરવામાં આવ્યો છે વડોદરા થી અમદાવાદ ની ટ્રીપ પહેલા 125 રૂપિયા હતા તેના હવે 10 ના વધારા સાથે 135 રૂપિયા કરવામાં આવ્યા છે.

ગુજરાતના 49 ટોલ ટેક્સમાં પ્રતિદિન હજારો વાહનો ની અવરજવર થાય છે આ લોકોને કેટલા રૂપિયાનું ફાયદો થશે સામાન્ય લોકો ના ખીસ્સા પર ભાર ભલે પડે પરંતુ સરકાર પાસે પ્રતિદિન લાખો રૂપિયાની આવકમાં વધારો થશે આ સરકાર દ્વારા ઉત્સવ, મહાઉત્સવ, જન્મ જયંતી તથા તાજેતરમાં જ ગુજરાત સરકાર ના દાદાની સરકારને 100 દિવસ પૂર્ણ થતા તેની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી લોકોના ખીસ્સા હળવા કરી સરકારને ફરી એક વખત ઉત્સવો અને મહા ઉત્સવો ઉજવવા છે આ ઉપરાંત દૂધના ભાવ વધારાને લઈને મહિલાઓનું બજેટ ફરી એક વખત ખોરવાયું છે સુકા મસાલા ભરવાની સિઝનમાં સૂકા મસાલામાં 50% નો વધારો થતા અગાઉથી જ મહિલાઓનું બજેટ ખોરવાયું હતું ફરી દૂધના ભાવ વધારાને લઈને બજેટમાં માર પડ્યો છે જ્યારે બસમાં મુસાફરી કરતા વ્યક્તિઓને પણ ટોલટેક્સમાં વધારો થતાં ટિકિટના ભાડામાં વધારો કરવામાં આવશે ગાડી લઈને જતા માણસોને કદાચ બહુ જાજો ફરક પડશે નહીં પરંતુ બસમાં મુસાફરી કરતા સામાન્ય અને મધ્યમ વર્ગના માણસોને ટિકિટના ભાવ વધારાનો માર સહન કરવો પડશે મોંઘવારી આસમાને અડવાની તૈયારીમાં છે સામાન્ય માણસ સામાન્ય પગારમાં જીવતો હોય તેની દશા હવે બગડશે તેના માટે જવાબદાર કોણ તંત્રએ સરકારી ખર્ચાઓ પર બ્રેક મારીને ભાવ વધારા પર બ્રેક મારવાની જરૂર છે અને એ કરે તો જનહિતમાં થયેલું કામ છે એવું લોકો કહે શે

Advertisement

* ડબલ એન્જિન ની સરકાર વેપારી બની માત્ર આવક નુ જ વિચારે છે
* ચાણક્ય એ કહ્યુ છે કે જે દેશ નો રાજા વેપારી તેની પ્રજા ભિખારી
* સરકાર હવે તો મોઘવારી પર બ્રેકમારો સામાન્ય માણસ ની પોકાર

Advertisement

Trending

Exit mobile version