Chhota Udepur

કલારાણી ગ્રામ પંચાયતની હદમાં આવેલ વિવાદિત જમીનને લઈ ઉચ્ચ કક્ષાએ રજુઆત

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી ગ્રામ પંચાયતની હદમાં આવેલ સર્વે નંબર ૩૦ અને ૩૨ વાળી જમીનમાં શરત ભંગ બાંધકામને લઇ પ્લોટ ધારક દ્વારા છોટાઉદેપુર કલેકટર , જિલ્લા વિકાસ અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને અરજી આપવામાં આવી હતી સ્થળ ઉપર ચકાસણી કરી ખુલ્લી જગ્યાનું દબાણ દૂર કરાવી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી હતી. પ્લોટ ધરકોનું કહેવું છે કે બિનખેતી ની હુકમની શરતોનું પાલન કલારાણી ગ્રામ પંચાયત ના વહીવટકર્તા તલાટી ક્રમ મંત્રીએ મંજૂર થયેલ પ્લાન એસ્ટીમેન મુજબ બાંધકામ કરાવવાની જવાબદારી હોય છે. જેને ધ્યાને લીધા વગર બાંધકામની રજાચિઠ્ઠી આપેલ હશે જે જિલ્લા વિકાસ અધિકારીના બિનખેતીના હુકમની અવગણના કરેલ છે.

નગરનીયોજક ખાતા તારીખ ૪/૮/૨૦૨૨ ના પત્ર નંબર ૧૫૪ ના તરફથી સ્થાનિક અધિકારીને પત્ર લખી જણાવવામાં આવેલ કે નિયમ પ્રમાણે બાંધકામ કરાવવું જો નહિ કરાવવામાં આવે તો નિયમ વિરૂદ્ધ ગણાશે તેમ છતાં નિયમ વિરૂદ્ધ બાંધકામ થયેલ હોવા છતાં રહેમ નજરે ચકાસણી કર્યા વગર વેરો તેમજ આકારણી આપેલ છે.થયેલ બાંધકામ નકશા વિરૂદ્ધ તેમજ ખુલ્લી જગ્યાનું દબાણ કરેલ છે તેને લઈ પ્લોટ ધારકો દ્વારા જમીન માલિકને વારંવાર રજૂઆત કરવા જતાં અયોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો છે. એન.એ ના નિયમ પ્રમાણે સોસાયટી માં બાંધકામ કરતા પહેલા ૮૯ વૃક્ષો રોપવાના હોઈ તેમજ વોટર સપ્લાય તથા ડ્રેનેજ અંગેની જરૂરી વ્યવસ્થાનું આયોજન કરવાનું હોઈ તથા તેને સબંધિત સક્ષમ અધિકારી દ્વારા ચકાસણી કરવાની હોઈ પરંતુ સ્થળ ઉપર આ સુવિધા જ નથી.ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્લોટ ધારકો કરી રહ્યા છે.

Advertisement

Trending

Exit mobile version