Chhota Udepur

છોટાઉદેપુર જિલ્લાના ગામોમાં હોળી નો ડાંડ રોપાયો

Published

on

છોટાઉદેપુર જિલ્લામાં મહાપૂનમ બાદ જે જગ્યાએ હોળી સળગાવવા ની હોય તે જગ્યાએ ડાંડ રોપીને અને કેટલાક ગામો માં પાંચ છાંણા મુકી ને પરંપરા મુજબ પૂજન કરી ને આદિવાસી પરંપરા પ્રમાણે લગ્ન જોડવા ના તેમજ લગ્ન પ્રસગો જેવા સામાજિક કાર્યક્રમો અને બાબા ઈંદ,બાબા પિઠોરા લખાવવા ના તેમજ અન્ય સારા કામો એક મહિના સુધી બંધ રાખતા હોય છે, મહાપૂનમ બાદ આ વર્ષ ના ઉનાળાની શરૂઆત થઇ તેમ પણ માનવામાં આવે છે અને ઉનાળા ના શરુઆતી મહિના ને ડાંડા નો મહિનો ગણે છે, ગામ માં હોળી સળગાવવા ની જગ્યા પર ડાંડો રોપવા માં આવે છે, જેને હોળી ના દિવસ સુધી રાખવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લા આદિવાસી સમાજ નાં વાલસિંહભાઈ રાઠવા જણાવે છે કે ડાંડો રોપાયા બાદ છેક હોળી ના દિવસ સુધી સતત એક મહિના સુધી દરરોજ રાત્રે ડાંડા ની ફરતે હોળી ના હલવા રમાય છે ,જેમાં મોટલા ઢોલ અને વાંહળી સહિત લોકો એક બીજાને જોડાઈ ને આદિવાસી ગીતો ગાઈ ને પુરી રાત નાચગાન કરતા હોય છે.

રોપવા માં આવેલ ડાંડ જયારે હોળી સળગાવે ત્યારે તે કઈ દિશામાં નમે એની પણ અલગ અલગ પ્રકારની માન્યતા ઓ છે, કુંવારો છોકરો જ્યારે હોળી ના ડાંડ ઉપર બાંધવામાં આવેલી ઝંડી અધ્ધર થી ઝીલી લે ત્યારે તેને લગ્ન કર્યા બાદ પહેલા ખોળે પુત્ર ની પ્રાપ્તિ ની માન્યતા ધરાવતા હોય છે..!

Advertisement

કોઈ પણ પ્રકારના સારા કામો હોળીની પાંચમ બાદ ગોટ નો તહેવાર ઉજવાયા પછી જ શરૂ કરવામાં આવે છે, માન્યતા એવી છે કે સામી હોળીએ કોઈ પણ પ્રકારના શુભ કામો કરવા નહીં અને જો કોઈ આ પરંપરાગત મર્યાદા તોડીને કામ હાથ ધરવામાં આવે તો કાંઇક અશુભ થવાની ભીતિ રહે છે, આમ માતા હોળી પ્રતિ માન જાળવે છે, આદિવાસી ઓ માટે માતા હોળી નુ પ્રતિ ભારે માન અને વિશેષ મહત્વછે.

હોળી ઉજવ્યા બાદ પાંચમ પછી ગોટ નો તહેવાર મોટલા ઢોલ અને વાંહળી ઓ સાથે નાચગાન કરી ખુબ ધામ-ધૂમ થી આદિવાસી જમણવાર રાખી ને ઉજવણી કરવામાં આવે છે,આ તહેવાર ની ઉજવણી બાદ જ ફરી લગ્ન જોડવા અને લગ્ન પ્રસંગ જેવા કે અન્ય કોઇ સારા કામો લેવામાં આવે છે.

Advertisement

Trending

Exit mobile version