Panchmahal
હાલોલ માં વૈષ્ણવ હવેલીઓમાં હોલિકા દહન કરાયુ
સુરેન્દ્ર શાહ દ્વારા
ફાગણ સુદપૂર્ણિમાની વહેલી સવારે મંદિર ફળિયા સ્થિત શ્રી છગન મગનલાલ જી ની હવેલી ખાતે મંદિરની હોલિકા નું દહન કરવામાં આવ્યું હતું તથા હાલોલ બસ સ્ટેન્ડ નજીક આવેલ શ્રી દ્વારકાધીશ હવેલી ખાતે પણ મંદિર હોલી પ્રગટાવવામાં આવી હતી અસત્ય પર સત્ય નો વિજય ના પ્રતિક તરીકે હોલી દહન કરવામાં આવે છે હોલી એટલે પ્રહલાદનો વિજય આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય એના સ્વરૂપે હોલિકા દહન કરવામાં આવે છે
પ્રાતઃકાલે સવારે 6:30 કલાકે ભૂદેવો દ્વારા વૈદિક મંત્રો ચાર સાથે હાલોલની બંને હવેલી ખાતે આસ્થા અને ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ હોલિકા દહન કરવામાં આવ્યું હતું વૈષ્ણવો સાથે અન્ય ભાવિક ભક્તો દ્વારા પણ હોલિકા ના દર્શન અને પ્રદક્ષિણા કરીને પોતાની જાતને ધન્ય બનાવી હતી બાદમાં વૈષ્ણવ ભક્તો સાથે અન્ય ભક્તોએ શ્રી હરિ ના મંગલાના મંગલ સ્વરૂપનું દર્શન કરી ધન્યતા અનુભવી હતી