Panchmahal
યાત્રાધામ પાવાગઢ ખાતે હોલીકા દહન કરવામાં આવ્યું

દિપક તિવારી
પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના સ્થાનકે ૬. ૪૫ કલાકે હોલિકા નું દહન કરવામાં આવ્યું ત્યારબાદ હાલોલ ખાતે સટાકઆંબલી તથા ગાંધી ચોક, ટાઉનહોલ, નંદલાલ શેરી વગેરે સ્થળોએ વૈદિક મંત્રો ચાર સાથે ધાર્મિક ભાવનાથી પૂજા વિધિ અર્ચના અને આરતી બાદ હોલિકા પ્રગટાવવામાં આવી હતી સાથો સાથ ઘોઘંબા ખાતે ગામ હોલી તથા હાઇસ્કુલ સામે હોલી પ્રગટાવવામાં આવી હતી
હોળીના ફેરા ફરતી વખતે ભક્તો દ્વારા પાણીની ધારા કરવામાં આવતી હતી તથા હોલિકામાં ધાની ચણા,શ્રીફળ અને કેરીના મરવા પધરાવવામાં આવતા હતા હોલિકાના દર્શન માટે સાંકડો ની સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત થયા હતા. અતિ આનંદ અને ઉત્સાહથી હોલિકા તહેવાર ની ઉજવણી હાલોલ તથા ઘોઘંબા ખાતે કરવામાં આવી