International
ચંદ્રયાન-3 ના ચંદ્ર પર સફળ લેન્ડિંગ થયું તે માટે શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી – લંડન, યુકેમાં સ્વામિનારાયણ મહામંત્રની આહુતિ દ્વારા હોમ હવન તથા પ્રાર્થના કરવામાં આવી…
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ અને સંતો અને હરિભક્તોએ મંત્રોચ્ચાર સહ આહુતિ અર્પી…
સમગ્ર વિશ્વમાં લોકો ચંદ્રયાન-3ની અભૂતપૂર્વ મિશનની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. વિવિધ સંપ્રદાયના લોકો પોતપોતાના રિવાજો પ્રમાણે ધાર્મિક વિધિઓ કરે છે. ત્યારે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન – શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી – લંડન – યુકેમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં સંતો અને હરિભકતોએ “સ્વામિનારાયણ” મહામંત્ર ઉચ્ચાર સહ હોમ હવનમાં હુત દ્રવ્યોથી આહુતિ અર્પી, આરતી ઉતારીને પ્રાર્થના કરી હતી.
ભારતનું ચંદ્રયાન-3 ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ થયું છે. તેની સફળતા માટે દુનિયાભરમાં પ્રાર્થનાઓ થઈ રહી છે.
ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક અને અવિસ્મરણીય છે. ચંદ્રયાન-3 મિશનનું સફળતાપૂર્વક લેન્ડર વિક્રમ ચંદ્રમાના સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિંગ કરાયુ્ં. આ ક્ષણની દુનિયાભરના લોકો રાહ જોઈ રહ્યા છે. ઇસરો ચંદ્રયાન-3ના માધ્યમથી ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર ઉતરવાની કોશિશ સફળ થઈ છે. આ એ જગ્યા છે જ્યાં અત્યારસુધી કોઈ માનવ નિર્મિત ઉપગ્રહ પહોંચ્યો નથી.
આજે વહેલી સવારે શ્રી સ્વામિનારાયણ મંદિર, કીંગ્સબરી, લંડન – યુકેમાં ભક્તો એકઠા થયા હતા અને ચંદ્રયાનના ચંદ્ર પર સફળ ઉતરાણ માટે આરતી કરી હતી. આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો.
આજે ભારત ચંદ્ર પર જે કરવા જઈ રહ્યું છે તે આજ સુધી દુનિયાના સૌથી પાવરફુલ દેશોએ પણ નથી કર્યું.
ચંદ્રયાન-3ની સફળતા ભારતનો ડંકો વગાડી દીધો છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પહેલો દેશ બન્યો છે જે ભારતીયો માટે બહુ જ ગૌરવની બાબત છે. અને સમગ્ર વિશ્વ ચંદ્રયાન-3 દ્વારા વધુ સંશોધન કરશે.
આ આનંદદાયી અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે માનવજાત ખાસ કરીને ભારતના લોકો માટે ઐતિહાસિક ક્ષણ, વૈજ્ઞાનિકોને ચંદ્રયાન 3ના પ્રક્ષેપણ પર ભારતીય અવકાશ અને વિજ્ઞાન સમુદાય (ઈસરો)ને અભિનંદન, અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
મહંત સદ્ગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામી