Chhota Udepur
ચુડેલ પ્રાથમિક શાળાનું ગૌરવ વધારતા શિક્ષકનુ સન્માન

(કાજર બારીયા દ્વારા)
છોટાઉદેપુર ખાતે આવેલ દરબાર હોલમાં શિક્ષકો માટે ઉજવવામાં આવતા શિક્ષક દિનની ઉજવણી કાર્યક્રમ માં જિલ્લા તથા તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને એવોર્ડ તથા સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત કરાયો હતો. છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ,, ડી.ઈ.ઓ ક્રિષ્નાબેન પાંચાની, ડી પીઓ ઇમરાન સોની, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પ્રતિનિધિ મુકેશ પટેલ તેમજ અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગામની એસ. એમ.સી તેમજ અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ માં જેતપુર પાવી તાલુકાના ભેંસાવહી ગ્રુપની ચુડેલ પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતા રાઠવા મહેશભાઈ ચંદુભાઈ તેઓને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જે છોટાઉદેપુર જિલ્લાનું, જેતપુર પાવી તાલુકાનું, ચુડેલ પ્રાથમિક શાળાનું,, ચુડેલ ગામનું, અને સમાજનું ગૌરવ વધારેલ છે.