National
ત્રિચી-રામેશ્વરમ હાઇવે પર ભયાનક માર્ગ અકસ્માત, 5 લોકોના મોત અને 19 લોકો ઘાયલ

પુદુક્કોટ્ટાઈ જીલ્લા પાસે આજે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ દરમિયાન અકસ્માતમાં એક મહિલા સહિત પાંચ લોકોના મોત થયા હતા અને 19 લોકો ઘાયલ થયા હતા.
માહિતી આપતાં જિલ્લા પોલીસે જણાવ્યું કે એક ટ્રક કાબૂ બહાર નીકળી ગઈ અને ત્રિચી-રામેશ્વરમ હાઈવે પર એક ચાની દુકાનમાં ઘૂસી ગઈ. ઘાયલ લોકોને પુદુક્કોટ્ટાઈ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.