Chhota Udepur

જિલ્લાના હોટલ/ગેસ્ટ હાઉસના સંચાલકોને પથિક સોફટવેર વાપરવા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી સુચના અપાઈ

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

છોટાઉદેપુર: તા. 22:
છોટાઉદેપુર જિલ્લાના શહેરી તેમજ અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોટલ/ગેસ્ટ હાઉસના સંચાલકોએ તેમના હોટલ/ગેસ્ટ હાઉસમાં આવતા આગંતુકોને રૂમ ભાડે આપતી વખતે રૂમ ભાડે રાખનાર પાસેથી તેઓની ઓળખાણના પુરાવા જેવા કે, ઓળખકાર્ડ, આધારકાર્ડ, ઇલેકશનકાર્ડ, પાનકાર્ડવિગેરેની નકલો મેળવીને રૂમ આપે તેનું અલાયદું રજીસ્ટર નિભાવવું જરૂરી છે. સાથો સાથ રીસેપ્શન કાઉન્ટર પર ઇન્ટરનેટ કનેકટીવીટી સાથેનું કોમ્પ્યુટર, સ્કેનર રાખી અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ PATHIK(PROGRAMME FOR ANALYSIS OF TRAVELLER & HOTEL INFORMATICS) ઇન્સ્ટોલ કરાવી તેમાં રોજે રોજની વિગતો અપલોડ કરી અદ્યતન રાખવા માટે છોટાઉદેપુરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.કે.ભગોરાએ જાહેરનામું બહાર પાડી સુચના જારી કરી છે.

Advertisement


અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવાયા અનુસાર જિલ્લા મેજીસ્ટ્રેટ છોટાઉદેપુરની હકુમત હેઠળના તમામ વિસ્તારમાં આવેલ હોટલો, ગેસ્ટ હાઉસ કે ધર્મશાળાના માલિકો દ્વારા તેમાં રહેવા આવતા નાગરિકોને રૂમો ભાડે આપે ત્યારે રૂમમાં રહેતા દરેક નાગરિકોની પ્રવેશ અંગે રાખવામાં આવતા અલાયદા રજીસ્ટરમાં નોંધ કરી તે દરેક વયના નાગરિકોના ઓળખના પુરાવા જેવા કે, ઓળખકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ વિગેરેની નકલ મેળવી રૂમ ભાડે આપવામાં આવે તેના ૨૪ કલાકમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે. દરકે હોટલ, ગેસ્ટ હાઉસ રીસેપ્શન કાઉન્ટર પર ઇન્ટરનેટ કનેકટીવીટી સાથેનું કોમ્પ્યુટર, સ્કેનર રાખવામાં આવે. અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ PATHIK(PROGRAMME FOR ANALYSIS OF TRAVELLER & HOTEL INFORMATICS) ઇન્સ્ટોલ કરાવી તેમાં રોજે રોજની વિગતો અપલોડ કરી અદ્યતન રાખવા માટે હુકમ કરવામાં આવ્યો છે.
આ હુકમ આગામી તા. 21/12/2022 થી તા.20/01/2023 સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.

Trending

Exit mobile version