Connect with us

Chhota Udepur

દેશભરમાં કેવી રીતે થઈ ગણેશોત્સવની શરૂઆત? બાળ ગંગાધર ટિળક અને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે છે ખાસ કનેક્શન

Published

on

આઝાદી ની લડતને વેગ આપવા માટે  ૧૮૯૩ લોકમાન્ય બાલ ગંગાધર ટિળક દ્વારા શરૂ કરવામાં આવેલ ગણેશ મહોત્સવ આજે વિશ્વ વ્યાપી બની ગયો.

ગણેશ ચતુર્થીએ ગણેશ સ્થાપના નો ઈતિહાસ જોઈએ તો આધ્યાત્મિકતા ની સાથે આઝાદી ના લડત સમયે એકત્રિત થઈ આઝાદી ની લડતની વ્યૂહરચના ઘડી શકાય અને લડતને વેગ આપવા માટે સામાજિક જાગૃતતા અને સંગઠીતતા ના ઉદ્દેશ્ય સાથે ૧૮૯૩ માં તે સમયના આઝાદી ના લડવૈયા બાળગંગાધર લોક માન્ય ટિળકે કરી હતી જે આજે વિશ્વ વ્યાપી બની ગઇ છે.

Advertisement

આઝાદી ની લડત ચાલી રહી હતી તે સમયે અંગ્રેજ શાસન એ વધુ વ્યક્તિઓ ભેગા થઇ નહીં તે પ્રકારનું જાહેરનામું બહાર પાડીને આઝાદી ની લડતને રોકવા નો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે આધ્યાત્મિક અને ધાર્મિક ભાવનાથી ભેગા થતા લોકો ને અંગ્રેજો પણ રોકી ન શકે તે વાત સારી રીતે જાણતા લોક માન્ય ટિળકે ગણેશ ચતુર્થી ના દિવસે ગણપતિ બાપ્પા ની સ્થાપના કરીને મહોત્સવ ની શરૂઆત કરી હતી અને આજે પણ ધાર્મિકતા ની સાથે સામાજિક જાગૃતતા, ચિંતન અને સામુહીકતા , એકજૂટતા અને સંગઠીતતા ના સંદેશ સાથે ગણપતિ મહોત્સવ વિશ્વ વ્યાપી બની ગયો છે તેમ અહીં કૃષ્ણ નગર સોસાયટી છોટાઉદેપુર ના ગણપતિ મહોત્સવ આયોજન સમિતિ ના અધ્યક્ષ અજીતભાઈ રાઠવા જણાવે છે.

પ્રતિનિધિ, કાજર બારીયા

Advertisement

(અવધ એક્સપ્રેસ)

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!