National
સ્વર્ગ માથી ગંગાનું અવતરણ કેવી રીતે થયું !!!!!
(સુરેન્દ્ર શાહ દ્વારા)
આજે ભારતભરમાં ગંગા દશેરા ઉજવવામાં આવશે પ્રત્યેક વર્ષની 30 મે ના રોજ ગંગા દશેરા ઉજવવામાં આવે છે ગંગા નદીનું પૃથ્વી પર અવતરણ દિવસ અને એ દિવસે ગંગા દશેરા ને લઈને ભાવિક ભક્તો દ્વારા નજીકની પુણ્ય સરિતાઓમાં સ્નાન કરી પુણ્ય દાન કરી પોતાની જાતને ધન્ય બનાવે છે આ અંગે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે એ મુજબ સાગરના 60 પુત્રોના ઉદ્ધાર માટે રાજા ભગીરથે બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી બ્રહ્માજીની તપસ્યાથી ખુશ થઈ રાજા ભગીરથને વરદાન માગવાનું કહેતા રાજા ભગીરથે બ્રહ્માજીને કહ્યું મારા પૂર્વજો અને વડવાઓના ઉદ્ધાર માટે મારે દેવી ગંગા ને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવી છે અને ગંગાજીના પવિત્ર જળ થી વડવા ઓને શુદ્ધ કરવા છે બ્રહ્માજીએ વરદાન આપ્યા બાદ ભગીરથ ને સૂચિત કર્યું કે ગંગાનો જલ પ્રવાહ વેગવતો છે તે પૃથ્વી પર આવતા જ પાતાળમાં સરી જશે માટે કોઈ એવી શક્તિની જરૂર છે જે ગંગા ના પ્રવાહને પોતાની શક્તિથી રોકી રાખે અને આ શક્તિ નું સમર્થન માત્ર શિવ માં છે.
ભગીરથે શિવની આરાધના શરૂ કરી શિવ પ્રસન્ન થયા અને શિવે કહ્યું મારી જટામાં ગંગાજીને હું સ્થાન આપીશ પરંતુ ગંગાદ્વારા જણાવવામાં આવ્યું કે શિવજીની જટામા હું સ્થાન ગ્રહણ કરું તો હું અપવિત્ર થઈ જવ આ વાતને લઈને શિવજીને અપમાન જેવું લાગેછે અને જ્યારે ગંગા શિવજીના જટા માં આવી ત્યારે જટા માંજ રોકી રાખી પૃથ્વી પર અવતરણ ન થયું આ વાતની જાણ ભગીરથને થતા તેઓએ પુનઃ શિવ આરાધના શરૂ કરી શિવ પ્રસન્ન થયા અને શિવજીએ ગંગાજીને સાત પ્રવાહોમાં વહેંચી દીધી. આ સાત પ્રવાહમાંથી એક પ્રવાહ ગંગા બની અને ભગીરથને અનુસરી અનેક વિડમના અને મુશ્કેલી બાદ ભગીરથી ગંગા ભારતની ભૂમિ પર વહેતી થઈ ભગીરથના આ કાર્યને લઈને ગંગાજીનું અવતરણ સ્વર્ગમાંથી થયું માટે ગંગાજીને ભગીરથની પુત્રી પણ માનવામાં આવે છે અને માટે તેનું નામ ભગીરથી ગંગા તરીકે ઓળખાય છે તાજેતરમાં બે દિવસ પહેલા ગંગા દશેરાને લઈને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા નર્મદાજી ની આરતી કરી ગંગા દશેરા ની ઉજવણી કરી હતી.