Connect with us

Tech

આ સ્ટેપ્સ થી Instagram પર તમારું નામ જણાવ્યા વિના કરી શકો છો મેસેજ

Published

on

how-to-send-messages-without-reciever-knowing-my-name

હાલ આખા વિશ્વમાં સૌથી વધુ વપરાતી સોશિયલ મીડિયા એપ્સમાં ઈન્સ્ટાગ્રામનું નામ પણ ટોચ પર છે. ઈન્સ્ટાગ્રામના કેટલાક યુઝર ફ્રેન્ડલી ફીચર્સ યુઝર્સને ખૂબ જ પસંદ આવે છે. જેમ કે વેનિશ મોડ જેવા ઓપ્શન યુઝરને પ્રાઈવસીની તક પૂરી પાડે છે. વેનિશ મોડમાં યુઝરે બીજા યુઝરને કરેલા મેસેજ તે યુઝર જોઈ લે કે તરત જ જાતે જ ડિલીટ થઈ શકે છે. પરંતુ ઈન્સ્ટાગ્રામ પર કોઈ પણ યુઝર પોતાનું નામ કે યુઝરનેમ સંતાડીને બીજા યુઝરને મેસેજ નથી કરી શક્તા. જો તમારે આ કામ કરવું છે, તો તમારે થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે. NGL (Not going to Lie) નામની એપ ઈન્સ્ટાગ્રામ પર યુઝર્સને પોતાનું નામ જણાવ્યા વગર મેસેજ કરવાની સુવિધા પૂરી પાડે છે.

અમે તમને ઈન્સ્ટાગ્રામ પર કોઈ પણ યુઝરને ગુપ્તપણે કેવી રીતે મેસેજ કરવો તેની ટ્રિક જણાવવા જઈ રહ્યા છીએ. બસ તેના માટે તમારે અહીં આપેલા સ્ટેપ્સને ફોલો કરવા પડશે.

Advertisement
  • સૌથી પહેલા જો તમારી પાસે એન્ડ્રોઈડ ફોન છે તો તમારા ફોનમાં પ્લે સ્ટોર ઓપન કરો. જો તમે આઈફોન વાપરી રહ્યા છો તો એપ સ્ટોર ઓપન કરવાનું રહેશે. હવે આ પ્લેટફોર્મ પરથી તમારે NGL એપ ઈન્સ્ટોલ કરવાની છે.
  • એપ ઈન્સ્ટોલ કર્યા પછી ‘Get Questions’ બટન પર ક્લિક કરો.
  • હવે અહીં તમારે તમારુ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પોસ્ટ કરવું પડશે.
  • બાદમાં Done લખેલા બટન પર ક્લિક કરો.
  • આટલું કર્યા બાદ એપ એક ગુપ્ત મેસેજ લિંક બનાવશે, જેમાં તમારું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પણ હશે
  • તમારી પ્લે સ્ક્રીન પર જઈને તમારે આ લિંક કોપી કરવાની છે.
  • બાદમાં Share બટન પર ક્લિક કરો.
  • હવે તમે ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરી શખો છો. અહીં લિંક સ્ટિકરનો ઉપયોગ કરીને તમારે NGL લિંક પેસ્ટ કરવાની રહેશે.

જેવી તમે આ લિંક તમારી સ્ટોરી કે પોસ્ટમાં મૂક્શો કે તમારા ફોલોઅર્સને આ લિંક દેખાવા લાગશે. આ લિંકનો ઉપયોગ કરીને તમારા ફોલોઅર્સ સરળતાથી પોતાનું નામ જણાવ્યા વગર તમને મેસેજ કરી શક્શે. આ મેસેજ તમને NGL એપના ઈનબોક્સ સેક્શનમાં જોવા મળશે.

વધારે મેસેજ મેળવવા માટે તમે આ લિંકને તમારા બાયોમાં પણ મૂકી શકો છો. આ માટે NGL લિંકને કોપી કરો. તમારા ઈન્સ્ટાગ્રામમાં જઈને પ્રોફાઈલ પર ક્લિક કરો. હવે એડિટ ઓપ્શન પર ક્લિક કરો અને બસ અહીં NGL લિંક પેસ્ટ કરી દો. હવે જો તમારા મેસેજ જોવા છે, તો પાછા NGL એપમાં જાવ, અહીં તમને બધા જ મેસેજ જોવા મળશે.

જો તમારા ફેન્સ કે ફોલોઅર્સ તમને પોતાની ઓળખ આપ્યા વગર કોઈ સવાલ પૂછવા ઈચ્છે છે અથવા તો કંઈ કહેવા ઈચ્છે છે, તો તેઓ આ NGL લિંકનો ઉપયોગ કરી શકે છે.

Advertisement
error: Content is protected !!